• Gujarati News
  • ‘સંકલન રાખો નહીં તો આજે સરસપુર, કાલે સરખેજ

‘સંકલન રાખો નહીં તો આજે સરસપુર, કાલે સરખેજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસપુરમાંરોગચાળાની સ્થિતિને ધ્યાને લઈ મ્યુનિ.કમિશનર ડી.થારાએ ચીન પ્રવાસ રદ કર્યો હતો અને બુધવારે સવારે તમામ અધિકારીઓ સાથે મીટિંગ યોજી રિવ્યુ કર્યો હતો. ખાસ તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે, ‘આખી વ્યવસ્થા અંદરોઅંદર સંકલનથી ઊભી કરો, નહીં તો આજે સરસપુર છે ને કાલે સરખેજનો વારો આવશે. શું તણાવ હેઠળ રહેશોω’. ડી. થારાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, ‘દરેક ખાતા વચ્ચે સીધું સંકલન હોવું જરૂરી છે. તમામ અધિકારી પોતાની ફરજ સમજીને વ્યવસ્થા ગોઠવીને કામ કરે તો કયારેય તણાવની સ્થિતિ પેદા નહીં થાય. ખાસ કરીને સફાઈ પર ખાસ ભાર મૂકવા અધિકારીઓને કહ્યું હતુ. શહેરમાં દરેક ઠેકાણે રોજ સફાઈ થવી ખૂબ જરૂરી છે.’