• Gujarati News
  • િસટી રીપોર્ટર :અમદાવાદ

િસટી રીપોર્ટર :અમદાવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િસટી રીપોર્ટર :અમદાવાદ

ફયુચરગ્રૂપની બ્રાન્ડ ફેકટરીએ ભારતની સૌથી મોટી ડિસ્કાઉન્ટ રિટેલ ચેઇન છે. અમદાવાદમાં પોતાના ત્રીજા સ્ટોરનું પ્રારંભ દ્વારા સર્વોત્તમ બ્રાન્ડસ કિફાયતી દરે રજૂ કરી ફેશન સંપૂર્ણ રેન્જ રજૂ કરશે. 21 હજાર સ્કવેર ફૂટથી વધુમાં પથરાયેલો સ્ટોર ગાંધીનગર સરખેજ હાઇવે પર થળતેજ ક્રોસ રોડ પાસેના મોકાના સ્થળે શરૂ કરાયો છે. બ્રાન્ડ ફેકટરીમાં 200થી વધુ બ્રાન્ડસ ઉપલબ્ધ છે.

નવા સ્ટોર ખાતે ભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રખ્યાત લિવાઇસ, રેન્ગલર, ઇન્ડિગો નેશનલ, અર્બન યોગા, પેપે સહિત વિવિધ ફેશન લેબલ ઉપલબ્ધ છે. પોતાના ફોર્મેટને અનુરૂપ બ્રાન્ડ ફેકટરી પ્રીમિયમ બ્રાન્ડસ પર વર્ષના તમામ દિવસ 20થી 50 ટકા જેટલું ડિસ્કાઉન્ટ પુરું પાડે છે. ઓલ ઇન ઓલ સ્માર્ટ કિંમતે પ્રીમિયમ બ્રાન્ડસ ખરીદવા ઇચ્છતા રસિયાઓ માટે બ્રાન્ડ ફેકટરીએ એક આદર્શ શોપિંગ ડેસ્ટિનેશન છે.

સ્ટોરના ઉદઘાટન પ્રસંગે બ્રાન્ડ ફેકટરીના બિઝનેસ હેડ સુરેશ સધવાનીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં વધુ એક સ્ટોરનો પ્રારંભ કરવોએ અમારા માટે અત્યત આનંદ અને ગર્વની બાબત છે. બ્રાન્ડ ફેકટરીને મળેલા શહેરમાં મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદને કારણે અમે અહીં વધુ એક સ્ટોર શરૂ કરવા પ્રેરાયા છીએ. શહેરમાં હાલ એક લાખ સ્કવેર ફીટનો વિસ્તાર ધરાવીએ છીએ જે તેને બ્રાન્ડ અને નાણા મૂલ્યમાં વિશ્વાસ ધરાવતા ગ્રાહકો માટે ખરીદીનું ઉત્તમ સ્થળ બનાવે છે. નવા મોકાના સ્થળે શરૂ કરાયેલો સ્ટોર રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બને જૂથને આકર્ષે તેવા સ્થળે છે. ઉપરાંત તે સસ્તા દરે મૂલ્યવાન ફેશનના શોખીનો માટે પણ એક યોગ્ય સ્થળ છે.

બ્રાન્ડ ફેકટરીનો શહેરમાં ત્રીજા સ્ટોરનો પ્રારંભ