• Gujarati News
  • સરસપુરમાં ઘેર ઘેર કમળો : 3નાં મોત

સરસપુરમાં ઘેર ઘેર કમળો : 3નાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસપુરવિસ્તારમાં દૂષિત પાણીને પગલે ઘરે ઘરે કમળાનો કહેર ફેલાયો છે. એક મહિનાથી શરૂ થયેલા કમળો હવે વકર્યો છે ત્યારે તંત્ર જાગ્યુ દોડતું થયું છે. કમળાના ભરડામાં મોટી વાસણ શેરીમાં રહેતા ત્રણનાં મોત થયા છે. જ્યારે 200થી વધુ કમળાના કેસો છે. સત્તાવાર રીતે મ્યુનિ.આરોગ્ય તંત્ર મોત થયાનો ઈન્કાર કરે છે. જ્યારે ચાર દિવસમાં કમળાના 97 કેસ નોંધાયા હોવાનું કહે છે. સમગ્ર સરસપુર વિસ્તારના રહીશો ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરો અને મ્યુનિ.તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યાં છે. મૃત્યુ પામ્યા તેમના સ્વજનોને આશ્વાસન આપવા પણ કોઈ નેતા કે અધિકારી ફરક્યાં હોવાનો વલોપાત સ્થાનિક લોકોએ કર્યો હતો.બીજી તરફ, અધિકારીઓ નફ્ફટાઈપૂર્વક સ્થાનિક લોકોને કહ્યું કે, ‘તમારા ઘરોમાં એક્વાગાર્ડ લગાવી દો તો દૂષિત પાણી નહીં આવે.’

સરસપુરની પીપળાની પોળ, કડિયાવાડ, નવઘરીની પોળ, ગાંધી પોળ, તાલિયાની પોળ‌, નાની વાસણ શેરી, મોટી વાસણ શેરીમાં કમળાએ ભરડો લીધો છે. અહીં રહેતા અેક-એક પરિવારમાં ચાર ચાર સભ્યોને છેલ્લા એક મહિનાથી કમળો થયો છે. એક મહિના પહેલા અહીં ખોદકામ દરમિયાન થયેલા ભંગાણના કારણે ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન મિક્સ થઈ જતા પ્રદૂષિત પાણી લોકોના ઘરોમાં પહોંચ્યુ હતું. પાણી પીવાના કારણે કમળો ફાટી નીકળ્યો હતો. પણ સામાન્ય રીતે, વિસ્તારમાં પોલ્યુશનયુકત પાણીની સંખ્યાબંધ ફરિયાદો મ્યુનિ.તંત્રના બહેરા કાને અથડાયા કરે છે.