• Gujarati News
  • પવનની દિશા બદલાતાં બેવડી ઋતુનો અનુભવ

પવનની દિશા બદલાતાં બેવડી ઋતુનો અનુભવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર-પૂર્વથીપૂર્વીય પવનો શરૂ થયાં છે, જેને પગલે મંગળવારે શહેરમાં બપોરે કાળઝાળ ગરમી અને સાંજ પડતાં ઠંડા પવનોને કારણે ઠંડકનું પ્રમાણ વધતાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 33.4 અને લઘુતમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી પાંચ દિવસો શહેરમાં ઠંડીનો પ્રમાણ વધવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. રાજ્યનાં 11 શહેરોનું મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર કરી જતાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો.