• Gujarati News
  • ખોડવાળા બાળકને જન્મ આપ્યાનું કહી પત્નીને કાઢી મૂકી

ખોડવાળા બાળકને જન્મ આપ્યાનું કહી પત્નીને કાઢી મૂકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: તેમ કહી સાસરિયાઓએ પરિણાતાને હાંકી કાઢતાં તેણે સરદારનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. સરદારનગરમાં રહેતી ૨૫ વર્ષીય અનિતા સાતવાણીના લગ્ન એક વર્ષ પહેલાં તે જ વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર સાતવાણી સાથે થયાં હતાં. લગ્ન બાદ થોડો સમય સાસરિયા તરફથી ખૂબ સારો વ્યવહાર કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં સાસરીમાં દહેજની માગણી સાથે શારીરિક અને માનસિક ત્રાસનો સામનો કરી રહેલી અનિતાએ વિચાર્યું હતું કે, બાળકના જન્મ પછી સાસરિયાઓનું તેના પ્રત્યેનું વર્તન અને વ્યવહાર બદલાશે, પરંતુ બાળકના જન્મ બાદ સાસરિયાઓએ તેને એમ કહીને કાઢી મૂકી હતી કે, તેણે ખોડખાંપણવાળા બાળકને જન્મ આપ્યો છે. અનિતાએ તેના પતિ ધર્મેન્દ્ર, સાસુ પૂનમબહેન, સસરા વાસુદેવભાઈ તથા નણંદ હેમા સામે ફરિયાદ નોંધાવી છે.