• Gujarati News
  • અમદાવાદ ગ્રામ્ય કરતાં શહેરમાં વધુ દર્દી

અમદાવાદ ગ્રામ્ય કરતાં શહેરમાં વધુ દર્દી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ શહેરમાં અન્ય ક\\\"ન્સરનું પ્રમાણ
આંચકારૂપ હકીકત ગુજરાતમાં કુલ વસ્તીના ૮૦ ટકા પુરુષો, ૪૦ ટકા મહિલા તમાકુનાં બંધાણી
કેન્સર માટે
દેશભરમાં વિવિધ ક\\\"ન્સરનાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ, આંચકાજનક બાબત એ છે કે, તમાકુની બનાવટોનું બેરોકટોક વેચાણ, કુપોષણ અને મોંઢાની યોગ્ય સફાઇને અભાવે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર વિસ્તારમાં મોંઢાનાં ક\\\"ન્સરનાં દર્દીઓમાં છેલ્લાં ત્રણ વર્ષથી નંબર- ૧ હોવાનું આઇસીએમઆર(ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) દ્વારા હાથ ધરાયેલા સર્વે પરથી જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં દર વર્ષે એક લાખે ૯૪.૪ પુરુષો અને ૭૫.૫ મહિલાઓમાં મોંઢાનાં ક\\\"ન્સરનાં સકંજામાં સપડાય છે.
એચસીજી ક\\\"ન્સર સેન્ટરનાં ડો. કૌસ્તુભ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૦૯થી ૨૦૧૧ દરમિયાન આઇસીએમઆર દ્વારા દેશનાં શહેરોમાં મોંઢાનાં ક\\\"ન્સરનાં દર્દીઓનો સર્વે હાથ ધરાયો છે. જેમાં છેલ્લાં ત્રણ વર્ષથી પ્રથમ ક્રમે અમદાવાદ, બીજા ક્રમે ભોપાલ, ત્રીજા ક્રમે નાગપુર, ચોથા ક્રમે વર્ધા છે. જેનું મુખ્ય કારણ અમદાવાદમાં તમાકુ અને તમાકુની બનાવટોનું લોકોમાં વ્યસન વધુ છે. ગુજરાતમાં કુલ વસ્તીનાં ૮૦ ટકા પુરુષો અને ૪૦ ટકા મહિલાઓ વિવિધ પ્રકારે તમાકુનો ઉપયોગ કરે છે. દેશમાં ૫૦ લાખ બાળકો તમાકુનાં બંધાણી હોવાનું સર્વેમાં જણાયું છે.
શહેરની વસ્તીને આધારે કરાયેલાં સર્વેમાં - અમદાવાદ શહેરમાં પુરુષોમાં પ્રથમ ક્રમે ૧૭.૧ ટકાને મોંઢાનું ક\\\"ન્સર, ૧૧.૩ ટકાને જીભનું, ૮ ટકાને ફેફસાંનું ક\\\"ન્સર જોવા મળ્યું છે. ગુજરાતમાં તમાકુ ખાતા ૧.૩ કરોડ લોકોમાંથી ૬૦ લાખ લોકો તમાકુનાં વ્યસનને લીધે નબળાઇનો અનુભવ કરે છે.
દેશમાં નોંધાતા ૪૦ ટકા કેસ ગુજરાતમાં
મોંઢાની અનિયમિત સફાઇ, પોષણ ામ ખોરાકનો અભાવને કારણે દેશમાં નોંધાતા મોંઢાનાં ક\\\"ન્સરનાં ૪૦ ટકા કેસ ગુજરાત અને અમદાવાદમાં જોવા મળે છે. છેલ્લાં કેટલાંક સમયમાં મહિલાઓ પણ મોઢાનાં ક\\\"ન્સરનું પ્રમાણ વઘ્યું છે. ડો. રાજન ટંકશાળી, એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ સિવિલ સંકુલ
૩૧મી મેના રોજ સમગ્ર વિશ્વમાં તરીકે ઊજવવામાં આવે છે ત્યારે મોઢાનાં કેન્સરને ઉગતુ ડામી શકાય તેવા આશયથી અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન, અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન અને એચસીજી દ્વારા ફ્રી માસ સ્ક્રીનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું છે. તા. ૨થી ૧૫ જૂન દરમિયાન પોતાનાં કિલનિકમાં આવતાં દર્દી અને સગાં કે જે લોકો તમાકુ ખાતા હો