અમદાવાદ સતત...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સતત...
વાત એ છે કે, ગુરુવારે અમદાવાદમાં ગરમીનો પારો ૪૪.૫ ડિગ્રીએ પહોંચતાં આ સિઝનનાં સૌથી વધુ તાપમાન સાથે છેલ્લાં ત્રણ વર્ષનો ૪૪.૪ ડિગ્રી સેિલ્સયસનો રેકોર્ડ બ્રેક કર્યોહતો.
વાતાવરણમાં ફુંકાતા કાતિલ ગરમ પવનોને પગલે અમદાવાદમાં ગરમીનો પારો ઉચકાયો હતો. જો કે, સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા જેટલું રહેતાં લોકોએ ગરમીનો ઓછો અનુભવ કર્યોહતો. પરંતુ, બપોર પછી ગરમીનું પ્રમાણ વધવાની સાથે વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ઓછું થઇને સાંજે ૨૦ ટકાએ પહોંરયું હતું. જેને પગલે બપોરનાં ૩થી સાંજ ૬ વાગ્યા સુધી ચાલુ રહેલાં ગરમ પવનો અને માથું ફાડી નાંખે તેવી ગરમીનું પ્રમાણ વધતાં લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યોહતો. જો કે, સાંજનાં ૬ વાગ્યા બાદ શરૂ થયેલાં પવનોને પગલે ગરમ પવનોનું પ્રમાણ ઘટતાં લોકોએ ગરમીથી અંશત રાહત મેળવી હતી. તેમજ આગામી બે દિવસ સુધી અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
અમદાવાદ ઉપરાંત રાજયનાં છ શહેરોનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીને પાર કરી ગયું હતું. જેમાં ડીસા- ૪૩.૨, ગાંધીનગર-૪૩.૮, ઇડર- ૪૩૩.૪, અમરેલી- ૪૩.૨, રાજકોટ- ૪૩.૫ અને સુરેન્દ્રનગર- ૪૩.૦ ડિગ્રી સેિલ્સયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભાવનગર- ૪૨.૪, કંડલા એરપોટર્-૪૨.૫, વલ્લભ વિધાનગર અને વડોદરામાં - ૪૧.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જયારે રાજયનાં દરિયા કિનારા વિસ્તારનાં શહેરોનાં મહત્તમ તાપમાન ૩૨થી ૩૫ ડિગ્રીની આસપાસ નોંધાતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. જેમાં સુરત- ૩૪.૨, વલસાડ- ૩૫.૪, દ્વારકા- ૩૨.૨, ઓખા- ૩૪.૨, પોરબંદર- ૩૪.૪ અને વેરાવળમાં ૩૩.૪ ડિગ્રી સેિલ્સયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.તેમજ આગામી ૨૪ કલાકમાં રાજયનાં વિવિધ શહેરોમાં હિટવેવનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
સહારાને વિદેશની...
ગ્રુપ વાતચીત કરે અને બેંક સાથે થયેલી વાતચીતના પરિણામ વિશે એક સપ્તાહમાં સોગંદનામું રજૂ કરે.
સહારા ગ્રુપની યોજના
સહારા ગ્રુપ ન્યૂયોર્કની લેન્ડમાર્ક પ્લાઝા અને ડ્રીમ હોટલ તેમ જ લંડનમાં આવેલી ગ્રોસ વેનર હાઉસ હોટલમાંની ભાગીદારી વેચવા તૈયાર છે. તેના વેચાણ વગર બેંક ગેરન્ટીની વ્યવસ્થા મુશ્કેલ છે. આ ત્રણ હોટલમાં સહારાની ભાગીદારી લગભગ ૧૧,૦૦૦ કરોડ રૂપિયા છે. તેમાંથી આશરે ૫,૦૦૦ કરોડ રૂપિયા બેંક લોનના ચૂકવવાના છે.
પેટ્રોલ-ડીઝલ..