• Gujarati News
  • કારણભૂત સેન્સેકસના કડાકામાં ઇન્ફીનો ૧૩૫ પોઇન્ટનો ફાળો!

કારણભૂત સેન્સેકસના કડાકામાં ઇન્ફીનો ૧૩૫ પોઇન્ટનો ફાળો!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેન્કસ, એફએમસીજીમાં નીચું રોલ ઓવર
ઇન્ફોસિસમાં ૮ ટકા ઘટાડા ઉપરાંત ડેરિવેટિવ્સમાં મે સિરિઝના નીચાં રોલઓવરની અસર તળે બીએસઇ સેન્સેકસમાં છેલ્લા ચાર માસનો સૌથી મોટો ૩૨૨ પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. સેન્સેકસ ૨૪૫૨૩.૧૩ પોઇન્ટના મથાળે ખુલી ઇન્ટ્રા-ડે એક તબક્કે ૩૫૦ પોઇન્ટ તૂટી છેલ્લે ૩૨૧.૯૪ પોઇન્ટના ઘટાડા સાથે ૨૪૨૩૪.૧૫ પોઇન્ટની સપાટીએ બંધ રાો હતો. તેની સાથે નિફટી પણ ૯૪ પોઇન્ટ ઘટી ૭૩૦૦ પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી ૭૨૩૫.૬૫ પોઇન્ટ બંધ રાો હતો. જેના કારણે રોકાણકારોની મૂડીમાં રૂ. ૮૨ હજાર કરોડનું ગાબડું પડયું હતું. ઊચા મથાળે સાવચેતી અને નફારૂપી વેચવાલીનું પ્રેશર એટલું ઊચું હતું કે, હેલ્થકેરમાં નોંધાયેલા નોમિનલ સુધારાને બાદ કરતાં તમામ સેકટોરલ ઇન્ડેકસ ગઇકાલની સરખામણીમાં નીચાં બંધ રાા હતા.ખાસ કરીને આઇટી ઇન્ડેકસ ૩.૫ ટકા નીચો બંધ રહેવા સાથે ઇન્ફોસિસની પાછળ અન્ય આઇટી શેર્સમાં પણ ગભરાટભરી વેચવાલી રહી હતી. કેપિટલ ગુડ્સ, રિયાલ્ટી, પાવર, ઓઇલ-ગેસ, મેટલ, કન્ઝ્યુમર ગુડ્સ, ટેકનોલોજી ઇન્ડેકસમાં એકથી બે ટકા સુધીની પીછેહઠ રહી હતી. સ્મોલકેપ અને મિડકેપ સેગ્મેન્ટમાં પણ નરમાઇ રહી રહી હતી.
૧૨ પૈકી ૧૧ સેકટોરલ ઇન્ડેકસ ઘટવા સાથે સેન્સેકસ બેઝ્ડ ૩૦ પૈકી ૨૨ સ્ક્રીપ્સ ઘટી હતી. કુલ ટ્રેડેડ ૩૦૬૧ સ્ક્રીપ્સ પૈકી ૧૫૫૧ સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નકારાત્મક રહેવા સાથે ટૂંકાગાળાનું માર્કેટ સેન્ટિમેન્ટ સાધારણ ખરડાયું છે. ખાસ કરીને ટેકનિકલી નિફટીએ ૭૩૫૦નું લેવલ તોડવા ઉપરાંત ૭૨૬૭ પણ તોડયું છે. હવે ૭૨૨૩ પણ તૂટે તો માર્કેટ સેન્ટિમેન્ટ વધુ ખરડાઇ શકે તેવું ટેકનો-ફન્ડમેન્ટલ નિષ્ણાતોનું માનવું છે.
ડેરિવેટિવ્સમાં ગુરુવારે થયેલા સેટલમેન્ટ અનુસાર લોંગ રોલઓવરની સ્થિતિ અનુસાર આઇસીઆઇસીઆઇ બેન્ક અને એચડીએફસી બેન્ક સહિતની ખાનગી બેન્કોમાં તેમજ એફએમસીજી સેકટરમાં નીચું રોલઓવર જોવા મળ્યું છે. જે દર્શાવે છે કે, માર્કેટ સેન્ટિમેન્ટ ટૂંકાગાળા માટે સાવચેતી અને સાધારણ/મઘ્યમ પીછેહઠનું જણાય છે.- અમર અંબાણી, આઇઆઇએફલ.
સેબીનો ડિમેટ, બેન્ક એકાઉન્ટ ટાંચમાં લેવા આદેશ
રૂ. ૮૪ લાખની દંડની રકમ વસૂલવા માટે સેબીએ આદેશ કર્યોછે. તે પૈકી રાન્સી સોફટવેરના કેસમાં ડિફોલ્ટર કિશોર ઠક્કર પાસેથી રૂ. ૫૪ લાખ અને કોલાર બાયોટેકના કેસમાં ગીરધર કારુ પાસેથી રૂ. ૩૦ લાખ વસૂલવા માટે ડિમેટ એકાઉન્ટ્સ અને બેન્ક એકાઉન્ટ્