• Gujarati News
  • જશોદાબેનને એસપીજી નહીં, ગુજરાત પોલીસની સુર ાા

જશોદાબેનને એસપીજી નહીં, ગુજરાત પોલીસની સુર ાા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહેસાણાના ઉઝા ખાતે રહેતા પત્નીને સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપનું નહીં બલ્કે ગુજરાત પોલીસનું જ સુર ાા કવચ અંતે ફાળવવામાં આવ્યુ છે. આઈ.બીએ થ્રેટ એસેસમેન્ટ અંગે કરેલી સમી ાાના અંતે આ નિર્ણય લેવાયો હોવાનું ડી.જી.ઓફિસના સુત્રો કહે છે. કદાચિત પ્રથમવાર વડાપ્રધાનના પત્નીને એસપીજીનું કવચ ફાળવાયુ ન હોવાની આ પહેલી ઘટના છે.કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેેબલ ક ાાના ત્રણ હથિયારધારી જવાનોને જશોદાબેનની ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક સુર ાા માટે તૈનાત કરાયા છે.
દેશના વડાપ્રધાનના પત્ની અને માતાને એકટ મુજબ એસપીજીનું સુર ાા કવચ ફરજિયાત મળે છે. પણ પહેલીવાર એકટ પ્રમાણે વડાપ્રધાન મોદીના પત્નીને એસપીજીનું કવચ આ લખાઈ રાું છે અને વડાપ્રધાન તરીકે મોદીએ શપથ ગ્રહણ કર્યા ત્યારથી ત્રણ દિવસ સુધી ફાળવવામાં આવ્યુ નથી. પણ આશ્રર્યજનક રીતે, ગુજરાત પોલીસે જશોદાબેનને ગુરુવારે સવારથી ત્રણ હથિયારધારી ગુજરાત પોલીસનું સુર ાા કવચ ફાળવી દીધુ છે. ઉરચ પોલીસસુત્રોમાં એવી ચર્ચા છે કે, જશોદાબેનને એસપીજીનું કવચ આપવા માટે ખુદ વડાપ્રધાન મોદીએ મનાઈ ફરમાવી છે જેને પગલે એસપીજીનું સુર ાા કવચ ફાળવવામાં આવ્યુ નથી.આગામી દિવસોમાં તેમને એસપીજી ફાળવવામાં આવે છે કે કેમ તે અંગે હજુ વડાપ્રધાન મોદી અને એસપીજીના ડાયરેકટર વરચે મસલતનો દોર ચાલી રાો હોવાનું એક આઈપીએસ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતુ. મહેસાણાના ઈન્ચાર્જ પોલીસ અધી ાક શરદ ત્રિવેદીએ સાથે કરેલી વાતચીતમાં કાું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્નીને ત્રણ હથિયારધારી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ ક ાાના જવાનોનું સુર ાા કવચ રાઉન્ડ ધ કલોક ફાળવવામાં આવ્યુ છે. જશોદાબેન જયાં રહે છે ત્યાં એટલેકે ઉઝા સ્થિત સત્તાહોલ વિસ્તારમાં તેમના ઘરે જ સુર ાા તૈનાત કરવામાં આવી છે. ’
અજાણ્યા લોકો આવે તો તેની ખરાઈ કરવા આદેશ
ગુજરાત પોલીસ દ્વારા સુર ાા માટે ફાળવાયેલા જવાનોને ખાસ સુચના આપવામાં આવી છે કે, જશોદાબેન જયાં રહે છે તે વિસ્તારમાં સ્થાનિક સિવાયના બહારથી કોઈ પણ અજાણ્યા લોકોની ચહલપહલ દેખાય કે તરત જ તેમની પૂછપરછ કરવી અને જરૂરી તમામ વિગતોની ખરાઈ કરવી.