• Gujarati News
  • ગાંધીનગરમાં સાબરમતી પર રિવરફ્રન્ટ માટે કવાયત

ગાંધીનગરમાં સાબરમતી પર રિવરફ્રન્ટ માટે કવાયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાંસાબરમતી નદી પર રીવરફ્રન્ટની યોજનાને વ્યાપક આવકાર મળ્યા પછી ગાંધીનગર શહેર પાસેથી પસાર થતી સાબરમતી નદી પર પણ રીવરફ્રન્ટ વિકસાવવાની યોજનાને નવેસરથી હાથ પર લેવામાં આવશે.

માર્ગ અને મકાન વિભાગ તથા પાટનગર યોજના વિભાગના નવા વર્ષના બજેટમાં યોજના માટે ખાનગી સલાહકાર સંસ્થાની મદદ લેવા માટેનો નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે. ખાનગી કંપની પાસેથી ગાંધીનગરમાં રીવરફ્રન્ટની યોજના શક્ય બને કે નહીં તેની સલાહ મેળવવામાં આવશે અને તેનો અહેવાલ હકારાતમ્ક આવશે તો આગળની કવાયત શરૂ કરાશે.

ગાંધીનગરમાં રીવરફ્રન્ટ માટેની વાત આમ તો નવી રહી નથી. અમદાવાદમાં યોજનાની જાહેરાત કરવામાં આવી તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગર માટે પણ આવી યોજનાની વાત ઉચ્ચારી હતી.

પરંતુ ગિફ્ટ સિટીનો પ્રોજેક્ટ જાહેર થવાની સાથે ગાંધીનગરમાં સાબરમતી નદીનો કિનારો વિકસાવવાની વાતને જાણી જોઇને કોરાણે મૂકી દેવામાં આવી હતી. તેના પાછળનું કારણ યોજનાને ગિફ્ટ સિટી પ્રોજેક્ટ સાથે કઇ રીતે સાંકળવી તેના સમાધાન શોધવાનો હતો. તેવી રીતે નદી પર બાંધવામાં આવી રહેલા સંત સરોવર ડેમને ગિફ્ટ સિટીનાં સંદર્ભમાંજ નવેસરથી વિકસાવાયો છે.

હવે રીવરફ્રન્ટને આજના સંદર્ભમાં વિકસાવવા માટે નવેસરથી કવાયત કરવાનો નિર્ણય કરાયો છે. અગાઉ તો ગિફ્ટ સિટીથી શરૂ કરીને છેક અલુઆ ગામ સુધી વિકસાવવાની વાતો સરકારી કાગળો પર ચીતરાઇ ચૂકી છે. પરંતુ યોજનાને વાણિજ્યક દષ્ટિએ કેવો આવકાર અને સફળતા મળશે. તે બાબતો સૌથી વધુ મહત્વની બની રહેતી હોવાથી હવે યોજના માટે શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરાવવા પડે તેમ છે.

પરંતુ પહેલા હાલમાં હવામાં રહેલી હકીકતને જમીન પર ઉતારવી યોગ્ય રહે કે નહીં તેના માટે નિષ્ણાત એવી ખાનગી કન્સલટન્સી પેઢીને કામગીરી સોંપવામાં આવશે. બાબતનો સમાવેશ રાજ્ય સરકાર દ્વારા નવા બજેટમાં કરી દેવામાં આવ્યો છે.

જો ગાંધીનગરમાં રીવરફ્રન્ટની યોજના હાથ ધરવામાં આવશે તો પાટનગર આસપાસ હાથ ધરાયેલી મહા યોજનાઓમાં વધુ એકનો ઉમેરો થશે. મહાત્મા મંદિર પ્રોજેક્ટ અને ગિફ્ટ સિટી પ્રકલ્પ બાદ વિશાળ ફલક પર હાથ ધરવામાં આવે તેવી ત્રીજી યોજના રીવરફ્રન્ટની બની રહેશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં બની રહેલાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટને પૂરા થવામાં હવે વધારે સમય નથી. અત્યારથી લોકો માટે રિવરફ્રન્ટ ફરવા માટે જાણીતુ થઇ ગયું છે.

નવી યોજના