• Gujarati News
  • એલન દ્વારા ટેક્ષ મેઇનના ટોપર્સને અપાશે 1.20 કરોડની શિષ્યવૃત્તિ

એલન દ્વારા ટેક્ષ મેઇનના ટોપર્સને અપાશે 1.20 કરોડની શિષ્યવૃત્તિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલન દ્વારા ટેક્ષ મેઇનના ટોપર્સને અપાશે 1.20 કરોડની શિષ્યવૃત્તિ

િસટી રીપોર્ટર :અમદાવાદ

એલનદ્વારા પરીક્ષામાં સફળ ટોપર્સને તેમના રેન્ક મુજબ આશરે એક કરોડ 20 લાખ રૂપિયાના ચાર હજાર વિદ્યાથીઓને રોકડ પુરસ્કાર અને શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

ધોરણ 5થી 12ના દેશના આશરે 23 હજાર તેજસ્વી વિદ્યાથીઓએ પરીક્ષા 16 નવેમ્બરના રોજ આપી હતી. સૌ પ્રથમ ટીએલનટેક્ષ પ્રીની પરીક્ષા બે તબક્કામાં તા 28 સપ્ટેમ્બર અને 12 ઓકટોબરના રોજ દેશના વિવધ રાજ્યોમાં લેવામાં આવી હતી. જેમાં ધોરણ 5થી 12ના આશરે 1.80 લાખ જેટલા વિદ્યાથીઓએ ભાગ લીધો હતો. જેમાંથી 25,250 વિદ્યાથીઓને બીજા તબક્કાની પરીક્ષા માટે પસંદ કરાયા હતા.

સંસ્થાના ડાયરેકટર બ્રિજેશ મહેશ્વરીએ જણાવ્યું કે ટીએલનટેક્ષ મેઇનની પરીક્ષાનું પરિણામ તા. 30 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને પુરસ્કાર ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં કોટા ખાતે અપાશે. જેમાં દરેક કક્ષાના પ્રથમ 50 વિદ્યાથીઓને કોટા બોલાવાશે. કાર્યક્રમની જાહેરાત 30 નવેમ્બરના રોજ પરિણામની વખતે કરાશે. વિદ્યાથી ટીએલનટેક્ષ મેઇનની પરીક્ષાનું પરિણામ www.tallentex.com પરથી મેળવી શકશે. કાર્યક્રમમાં સફળ વિદ્યાર્થીઓ માટે ભવિષ્યના અભ્યાસ માટે માર્ગદર્શન આપતું વર્કશોપ પણ રાખવામાં આવેલ છે.

મુખ્ય પરીક્ષામાં ધો. 11 અને 12 મેથ્સ અને બાયોલોજી વિષયના દરેક ટોપરને બે લાખ રૂપિયા આપવામાં આવશે. 2 અને 3 રેન્ક મેળવનારને એક લાખ રૂપિયા તથા ધોરણ 9 અને 10 ના ટોપરને એક- એક લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ધોરણ 5થી 8ના પ્રત્યેક કલાસના ટોપર્સને 50 હજાર રૂપિયાના પુરસ્કાર ચેક દ્વારા આપવામાં આવશે.

30 નવેમ્બરના રોજ જાહેર થશે ટીએલન ટેક્ષ મેઇનનું રિઝલ્ટ