• Gujarati News
  • એરપોર્ટે પાર્કિંગનાં નવા કોન્ટ્રાક્ટની ફાળવણીમાં સમય વધારો ધ્યાને લેવો

એરપોર્ટે પાર્કિંગનાં નવા કોન્ટ્રાક્ટની ફાળવણીમાં સમય વધારો ધ્યાને લેવો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદએરપોર્ટ પર મુસાફરને મૂકવા કે લેવા માટેના વાહનનો સમય અપર્યાપ્ત હોવાના મામલે થયેલી જાહેરહિતની રિટમાં કાર્યકારી ચીફ જસ્ટિસ વી.એમ. સહાય અને જસ્ટિસ આર.પી. ધોલરિયાની ખંડપીઠે એરપોર્ટ સત્તાવાળાને નવેસરથી કોન્ટ્રાક્ટ અપાય ત્યારે પાર્કિંગની વ્યાખ્યામાં સમયમાં વધારો થાય તે જોવાને નિર્દેશ કર્યો છે.

હિતેશ પટેલે હાઇકોર્ટ સમક્ષ કરેલી જાહેરહિતની રિટમાં એવી રજૂઆત કરી હતીકે, અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ દસ મિનિટ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 12 મિનિટનો ફ્રી ડ્રોપિંગ સમય અપૂરતો છે. તે બાદ પાર્કિંગનો ચાર્જ લેવામાં આવે છે જે અયોગ્ય છે. ખાસ કરીને માનસિક રીતે ચેલેન્જ કે અપંગ મુસાફરો અને વૃદ્ધોને તકલીફ થાય છે. તેઓ સમય મર્યાદામાં કામ કરી શકતા નથી. તેથી સમયમાં વધારો કરવો જોઇએ. મામલે એરપોર્ટ સત્તાવાળાઓએ આજે એવી રજૂઆત કરી હતીકે, કોન્ટ્રાક્ટની શરતોમાં મુદ્દા સામેલ છે અને જો તેમાં સુધારો કરાય તો કોન્ટ્રાક્ટરને નુકસાન થાય તેમ છે. જેમાં નુકસાન વળતર પેટે દાવો પણ થાય તેવી શકયતા છે.