• Gujarati News
  • ગોમતીપુરની ડેમોક્રેટિક સ્કૂલમાંથી ભૂતિયા શિક્ષકોનું કૌભાંડ પકડાયું

ગોમતીપુરની ડેમોક્રેટિક સ્કૂલમાંથી ભૂતિયા શિક્ષકોનું કૌભાંડ પકડાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોમતીપુરફાયર સ્ટેશનની સામે આવેલી ડેમોક્રેટિક સ્કૂલમાં ભૂતિયા વિદ્યાર્થીઓ, શિક્ષકો, નિયમ વિરુદ્ધ સ્ટાફની ભરતી અંગેની ફરિયાદના પગલે મંગળવારે સ્કૂલ ઓફ કમિશનર અને સ્થાનિક ડીઇઓ કચેરીના અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા હતા. સ્કૂલે આયોગના આદેશ બાદ પણ ડીઇઓ કચેરીને પૂરતી માહિતી નહીં આપતાં અંતે દરોડા પાડીને હાજરીપત્રક સહિતના રેકર્ડ કબજે કર્યો છે. અગાઉ વર્ષ 2013માં બોગસ એલસીના આધારે પ્રવેશ આપવા ઉપરાંત ભૂતિયા કર્મચારીઓ અંગેની પણ ફરિયાદ થઇ હતી. આનેપગલે આયોગે ચાર નોટિસ ફટકારી હતી. જેનો જવાબ નહીં આપતા સ્કૂલને રૂા. 25,000નો દંડ કર્યો હતો. કોર્ટ તપાસમાં સહકાર આપવા સ્કૂલને આદેશ કરાયો હતો.

ડેમોક્રેટિક સ્કૂલમાં મંગળવારે ચકાસણી હાથ ધરાઈ હતી.

{ મસ્ટર, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી પત્રક કબજે કર્યુ

સ્કૂલની ગ્રાન્ટ 3 વર્ષથી બંધ છે

કર્મીભૂતિયા છે

ડેમોક્રેટિકસ્કૂલમાંમંગળવારે પાંચ કલાક સુધી તપાસમાં કેટલાક વિદ્યાર્થીઓ અને ચાર કર્મચારીઓ ભૂતિયા હોવાના પૂરાવા મળ્યા છે. તોસ્કૂલ બંધ થશે

દરોડાનીકાર્યવાહીદરમિયાન સ્કૂલમાં ગેરરીતિ ચાલતી હોવાનું પુરવાર થશે તો કમિશનર કચેરી દ્વારા સ્કૂલ બંધ સુધીના પગલા ભરાશે. અંગે હવે કોઈ લાલિયાવાડી ચલાવાશે નહીં.