• Gujarati News
  • તસવીર : કરણસિંહ પરમાર

તસવીર : કરણસિંહ પરમાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર : કરણસિંહ પરમાર

દીપિકા પાદુકોણ ક્રીમ કલરના ડ્રેસમાં હોટલ કોર્ટયાર્ડ મેિરયોટમાં પ્રવેશતી વખતે. સમય : સાંજે 6.49 મિનિટ

દીપિકા પાદુકોણ અમદાવાદ એરપોર્ટ પર આગમન વખતે

સમય : સાંજે 5.59 મિનિટ

‘પીકુ’ના શૂટિંગ માટે અમદાવાદમાં અમિતાભ-દીપિકા

માલવણમાં આજે શૂટિંગ

સુરેન્દ્રનગરથીભાસ્કર પ્રતિનિધિ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ ફિલ્મ ‘પીકૂ’ના શૂટિંગ માટે અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ આજે શૂટિંગ માટે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ખાતે આવવાના છે અને અહીં રસ્તા ઉપર અને ગીતનું શૂટિંગ કરશે. માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત માલવણ ખાતે ગોઠવી દેવાયો છે. ‘ખુશ્બુ ગુજરાત કી’ માટે બિગ બી ઘૂડખર અભ્યારણમાં શૂટિંગ માટે ગયા હતા તેનાથી માલવણ 7-8 કિમીના અંતરે છે.

‌BIG GUEST

પીકુ વિશે...

સૂજીતસરકારના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ ‘પીકુ’ની વાર્તા પિતા-પુત્રીના સંબંધની આસપાસ ફરે છે. જેમાં પિતાનો રોલ અમિતાભ અને દીકરીના રોલમાં દીપિકા પાદુકોણ છે.

બોલિવૂડના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચન અને 100 કરોડની ક્લબની ક્વીન દીપિકા પાદુકોણ તેમની આગામી ફિલ્મ ‘પીકુ’ના શૂટિંગ માટે આપણાં શહેર અમદાવાદમાં આવ્યા છે!!!

િસટી રીપોર્ટર :અમદાવાદ

‘હુઅલ્હાબાદના એક નાનકડા ક્લિનિકમાં જન્મ્યો હતો અને મારા માતા-પિતા મને ‘ગુડાડી’ એટલે કે એક સામાન્ય કપડામાં વીંટા‌ળીને ટાંગા કે પછી પેડલ રિક્ષામાં ઘરે લાવ્યા હતા. મારી દીકરીનો જન્મ બ્રીચકેન્ડી હોસ્પિટલમાં થયો હતો અને તેને હંુ મર્સીડીઝમાં ઘરે લાવ્યો હતો. મારી ગ્રાન્ડ ડોટર આરાધ્યાનો જન્મ 7 હિલ્સ હોસ્પિટલમાં થયો હતો અને તેને રોલ્સ રોયસ કારમાં ઘરે લાવ્યો હતો. મને અહંકારી ના સમજશો, હું અહીં મારી સંપત્તિની વાત નથી કરી રહ્યો. હું અહીં દીકરી જન્મની શ્રેષ્ઠતા અને ભવ્યતાની વાત કરી રહ્યો છું...’ શબ્દો છે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના, જે તેમણે પિતા હરિવંશ રાય બચ્ચનના 107મી જન્મજયંતી નિમિત્તે પોતાના બ્લોગમાં લખ્યા છે.

તમને જણાવી દઈએ બ્લોગ લખતી વખતે અમિતાભ બચ્ચન આપણા શહેર અમદાવાદમાં હતા. સૂત્રોનું માનીએ તો અમિતાભ બચ્ચન અમદાવાદની કોર્ટયાર્ડ મેરિયોટના છઠ્ઠા માળે રૂમ નં. 620માં રોકાયા છે અને અહીંથી તેમણે ઉપરોક્ત બ્લોગ લખ્યો છે. તેઓ સૂજીત સરકારના નિર્દેશનમાં બની રહેલી આગામી ફિલ્મ ‘પીકુ’ના શૂટિંગ માટે અમદાવાદ આવ્યા છે. 26 નવેમ્બરથી અમિતાભ અમદાવાદમાં છે, તો ‘પીકુ’માં તેમની દીકરીનો રોલ કરી રહેલી