• Gujarati News
  • ગુજરાતી સાહિ‌ત્ય પરિષદ ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે ગૌરવ પુરસ્કાર અર્પણ સમારંભ યો

ગુજરાતી સાહિ‌ત્ય પરિષદ ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે ગૌરવ પુરસ્કાર અર્પણ સમારંભ યોજાઈ ગયો.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતી સાહિ‌ત્ય પરિષદ ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે ગૌરવ પુરસ્કાર અર્પણ સમારંભ યોજાઈ ગયો.

સિતાંશુ યશશ્ચંદ્રનો પરિચય

સર્જકે બહુ સચેત રહેવુ જોઈએ

સિતાંશુ યશશ્ચંદ્રનુ નામ આધુનિક કવિતામાં પ્રથમ પંક્તિમાં લેવાય છે. તેમના જાણીતા કાવ્યોમાં ઓડિસ્યુસનુ હલેસુ, મોંએ-જો-દડો અને જટાયુનો સમાવેશ થાય છે. તેમને ૨૦૦૬માં પદ્મશ્રી એર્વોડ મળ્યો હતો.

PRIDE MATTER

િસટી રીપોર્ટર :અમદાવાદ

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને ગુજરાત સાહિ‌ત્ય અકાદમીના ઉપક્રમે સાહિ‌ત્ય પરિષદ ખાતે સાહિ‌ત્ય ગૌરવ પુરસ્કાર અર્પણ સમારંભ યોજાઈ ગયો. ગૌરવ પુરસ્કાર અર્પણ સમારંભમાં ગુજરાતના રાજ્યપાલ ઓ.પી કોહલીના હસ્તે ત્રણ સાહિ‌ત્યકારોને ગૌરવ પુરસ્કાર એનાયત થયા. સહિ‌ત્યકારોમાં પદ્મશ્રી સિતાંશુ યશશ્ચંન્દ્ર (૨૦૧૩ માટેનો), ડો.સુમન શાહ(૨૦૧૪) અને ડો.ચંન્દ્રકાન્ત મહેતા (૨૦૦૮)નો સમાવેશ થાય છે. ગૌરવ પુરસ્કાર સમારોહમાં મોટી સંખ્યામાં સાહિત્ય જગતની હસ્તીઓએ હાજરી આપી હતી.

જ્યારે રાજ્યની પાસે પારિતોષિક લેવાનુ હોય ત્યારે સર્જકે બહુ સચેત રહેવુ જોઈએ. સર્જકે બીજા સાથે કઈ રીતે જોડાવુ તે મહત્વનુ છે. તે શોધે છે ભૂલો પડે છે પણ તે સર્જક છે. સમતા અને સાહસિકતા સર્જકના મૂળમાં હોવી જોઈએ. તેમાં પણ ભાષાની સર્જકતાનું જતન વિશેષ મહત્વનુ છે. આજે જે સાહિ‌ત્ય રચાય છે કે અગાઉ રચાઈ ગયુ છે તેને લોકો સુધી પહોંચાડવાનુ કામ શિક્ષણ, સ્કૂલ અને યુનિવર્સિ‌ટીઓનુ છે. તે યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં કામ કરે તો સાહિ‌ત્ય ચોક્કસ લોકો સુધી પહોચશે.

-પદ્મશ્રીસિતાંશુ યશશ્વંન્દ્ર

સર્જનનો પરિચય થતાં ગૌરવની લાગણી

ભારતનીભાષાઓમાં ગુજરાતી ભાષા આદરપાત્ર સ્થાન ધરાવે છે. તેમાં પણ જ્યારે સાહિ‌ત્યકારોને ગૌરવ પુરસ્કાર એનાયત કરવાનો પ્રસંગ છે તે મારા માટે એટલે ખાસ છે કેમ કે હું સર્જકોને અને તેમના સર્જનને ઓછુ જાણુ છું અને આજે તેમના સર્જનનો પરિચય થતાં ગૌરવની લાગણી અનુભવુ છું.

-ઓ.પી.કોહલી, રાજ્યપાલ,ગુજરાત

ગૌરવ પુરસ્કારથી સન્માનિત થયા સાહિ‌ત્યકારો