• Gujarati News
  • શાહીબાગના બુટલેગરના ઘરે દરોડો પાડીને 10 જુગારીઓને ઝડપી લીધા

શાહીબાગના બુટલેગરના ઘરે દરોડો પાડીને 10 જુગારીઓને ઝડપી લીધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાંઘર કરી ગયેલી દારૂ-જુગારની પ્રવૃત્તિ ઉપર બ્રેક લગાડવા માટે પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ દરેક પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા અને જુગારધામ બંધ કરાવી દેવા સૂચના આપી હતી, આટલું નહીં પેટ ભરીને પૈસા લઇને દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિ ચલાવવા દેતા પોલીસ અધિકારીઓને 118 વટીવટદારોની પણ કમિશનરને બદલી કરી છે. જો કે શાહીબાગ પોલીસ કમિશનરનો આદેશ ઘોળીને પી ગઇ હતી અને કુખ્યાત બુટલેગર જયમીન પરમારના ઘરમાં ધમધમતું જુગારખાનું ચાલતું હતું, પરંતુ જોકે,પીસીબીએ મંગળવારે રાતે જયમીનના ઘરમાં દરોડો પાડી 10 જુગારીઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ, મોબાઈલ અને વાહન મળીને અઢી લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગિરધરનગર પ્રિતમપુરા સોસાયટીમાં રહેતા લિસ્ટેડ બુટલેગર જયમીન કિશનભાઇ પરમારના મકાનમાં પીસીબી પીઆઈ કે.આઈ.મોદીએ સ્ટાફ સાથે દરોડો પાડીને પાના-પૈસાનો જુગાર રમી રહેલા 10 જુગારીઓને ઝડપી લીધા હતા. જેમાં ઈદરીશ યાસીનભાઇ, અમઝદખાન, ઇમરાન હુસૈનભાઇ, હનીફ વ્હોરા, મહંમદ, તમસીઅહેમદ નાગોરી, સોએબ પઠાણ, ફિરોઝ અન્સારી, અમીત મહેતા, સોએબ શેખનો સમાવેશ થાય છે.

પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.78,880, અલ્ટો કાર(કિંમત રૂ.1.20 લાખ), એક્ટિવા(કિંમત રૂ.30 હજાર) અને 11 મોબાઈલ ફોન(રૂ.15 હજાર) મળીને અઢી લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે જુગારધામનો સંચાલક જયમીન અને તેનો દીકરો આકાશ પોલીસના હાથમાં આવ્યા નથી.

પોલીસ બેડામાંઘર કરી ગયેલી વહીવટદારોની પ્રથા નાબૂદ કરવા શિવાનંદ ઝાએ 118 પોલીસ કર્મચારીની બદલી કરીને ક્રાઈમ-એકાઉન્ટ રાઈટર હેડ તેમજ મિસિલન્સના ટેબલ ઉપર બેસાડી દીધા છે. દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિ શહેરમાં સંપૂર્ણ બંધ હોવાથી પોલીસ અધિકારીઓ વહીવટદાર તરીકે કોઇ પોલીસ કર્મચારીને રાખવા તૈયાર નથી. શાહીબાગ સિનિયર પીઆઈ એ.એમ.દેસાઇએ રઘુવીરસિંહ ચાવડા અને સેકન્ડ પીઆઈ એમ.બી.ખિલેરીએ સૂરસિંગ ઠાકોરને વહીવટદાર તરીકે રાખ્યા હોવાનું ચર્ચાય છે. જુગારધામ પોલીસની મીઠી નજર નથી તો બીજું શું છે.

બે પી.આઈ.ના વહીવટદારોની મીઠી નજર ?