• Gujarati News
  • MCIના ઈન્સ્પેક્શન પૂર્વે 80 તબીબી અધ્યાપકની બદલી

MCIના ઈન્સ્પેક્શન પૂર્વે 80 તબીબી અધ્યાપકની બદલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંપાટણ, હિંમતનગર, વલસાડ, જૂનાગઢમાં પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ) હેઠળની અર્ધ સરકારી કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2015-16ના વર્ષ માટે એમસીઆઈ (મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા)નું ઈન્સ્પેક્શન ટૂંક સમયમાં થવાનું છે.

બાબતને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય વિભાગે સરકારી મેડિકલ કોલેજોમાં કાર્યરત 80 જેટલા તબીબી અધ્યાપકોની બદલી કરી છે. ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલી મેડિકલ કોલેજોની એમસીઆઈના નિયત ધારાધોરણ અનુસાર પ્રતિવર્ષ મંજૂરી લેવી પડતી હોય છે. મેડિકલ કોલેજ શરૂ થાય તે માટે પૂરતા સ્ટાફની આવશ્યકતા હોય છે. આને કેન્દ્રમાં રાખીને મોટાપાયે બદલી કરાઈ છે.

એમસીઆઈ પીપીપી મોડની મેડિકલ કોલેજમાંં શૈક્ષણિક-માળખાકીય સવલતો છે કે નહીં બાબતની સઘન ચકાસણી ઈન્સ્પેકશનમાં કરનાર છે. અેમસીઆઈના ઈન્સ્પેકશનમાં મેડિકલ કોલેજમાં ઉપલબ્ધ શૈક્ષણિક-તબીબી સ્ટાફ, બેડની સવલત, નિયત ધારાધોરણ અનુસાર બિલ્ડિંગની સવલત સહિતની બાબતોની સઘન ચકાસણી કરશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી વડોદરા, ભાવનગર સુરત, જામનગર, રાજકોટ સહિતની સરકારી મેડિકલ કોલેજોમાંથી તબીબી અધ્યાપકોને પીપીપી મોડની અર્ધ સરકારી કોલેજોમાં ખસેડવામાંં આવ્યા છે.