• Gujarati News
  • વટવામાં ~1.13 લાખની મતા સાથે જુગારીઓ ઝડપાયા

વટવામાં ~1.13 લાખની મતા સાથે જુગારીઓ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાપૂર્વ વિસ્તારમાં આવેલા વટવાના સિલ્વર પાર્કમાં જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે વટવા પોલીસે ગત મંગળવારે રાત્રે સવા નવ વાગે દરોડો પાડતા મેદાનમાં જુગાર રમી રહેતા મોહંમદ શફી શેખ, યાકુબ મનસુરી, નાસીર શેખ, ઝહીરખાન પઠાણ, શેરુ રાણા અને રઈશ શેખની સિલ્વર પાર્ક મેદાનમાંથી જુગાર રમતા ઝડપી લેવાયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી 1.13 લાખની મતા કબજે કરી હતી. જ્યારે વટવા પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તેઓને જામીન ઉપર મુક્ત કરાયા હતા.