• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. રાજકોટ

ભાસ્કર ન્યૂઝ. રાજકોટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
હનિમૂનમાટે કાશ્મીર ગયેલ એક યુગલ સહિત કુલ ત્રણ દંપતિ સંપર્ક િવહોણા બની જતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરીવળ્યું છે. જો કે તે પૈકીના બે દંપતિ સલામત હોવાનો સંદેશો મળતા કંઈક અંશે સૌએ રાહતનો શ્વાસ લીધો છે. દંપતિઓની ભાળ મેળવવા રાજ્ય સરકારના તંત્રે પ્રયત્ન હાથ ધર્યા છે.
શહેરના કરણપરા શેરી નં. માં રહેતા મુકેશભાઇ રામજીભાઇ ટાંકની મોટી પુત્રી મિતલના લગ્ન બજાજ આલિયાન્સમાં નોકરી કરતા પીયૂષ સુરેશભાઇ કાચા સાથે થયા હતા. ગત ૩૧મી ઓગસ્ટે પીયૂષ કાચા અને મિતલે હનીમૂન માટે કાશ્મીર જવા નીકળ્યા હતા. તેમની સાથે પીયૂષના મિત્ર ચિરાગભાઇ અને તેમના પત્ની દિશાબેન પણ કાશ્મીરની ટૂરમાં જોડાયા હતા. કાશ્મીર ફરવા ગયેલા બન્ને દંપતીઓએ ગત ૭મી સપ્ટેમ્બરે શ્રીનગરની મમતા હોટેલમાં સહી-સલામત હોવાનું પરિવારજનોને જણાવી ચિંતા કરવા કહ્યું હતું. ત્યારબાદ, પીયૂષ અને મિતલ સહિત ચારેયનો સંપર્ક તૂટી જતાં તે અંગે િજલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે. જો કે, દરમિયાન ચિરાગભાઈએ પિતાને ફોન કરીને બધા સલામત હોવાનું જણાવ્યું હતું. પરંતુ હાલમાં તેઓ ક્યાં છે કશી માિહતી નથી.
ઉપરાંત, શાસ્ત્રીમેદાન સામે ગેલેક્સી કોમર્શિયલ કોમ્પલેક્સમાં ટ્રાવેલમંત્ર નામની કંપની ધરાવતા અને પર્ણકુટી સોસાયટીમાં રહેતા ડાયરેક્ટર મધુભાઇ વેકરિયા અને તેમના પત્ની હંસાબેન વેકરિયા ગત 2જી સપ્ટેમ્બરે કાશ્મીર ફરવા ગયા બાદ 7મી સપ્ટેમ્બરથી સંપર્ક વિહોણા થઈ ગયા હતા. મધુભાઇ છેલ્લે દાલ લેક હતા ત્યારે સાંજે 5:25 કલાકે તેમનો ફોન આવ્યાનું જણાવવામાં આવી છે.
છવાયા િચંતાના વાદળો | કાશ્મીરમાં અનેક સહેલાણીઓ ફસાઇ જતા સ્વજનો િચંતાતૂર
રાજકોટથી ફૂડ પેકેટસ મોકલાશે
કાશ્મીરમાટેરાજકોટમાંથી દરરોજના 20 હજાર ફૂડ પેકેટ કાશ્મીરના અસરગ્રસ્તો માટે અમદાવાદ મોકલાશે. રાજ્ય સરકારની સૂચના મુજબ સંસ્થાઓ પાસેથી ફૂડ પેકેટ લેવાની કામગીરી શરૂ થઇ ગઇ છે અને જે કોઇ નાગરિક અથવા સંસ્થા કાર્યમાં સહકાર આપવા માગતી હોય તેમને કે.એલ.પરમારનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
36 વેપારી આજે અમદાવાદ પહોંચશે
^હાર્ડવેરના 35 વેપારીઓ અને તેમનો કર્મચારી બંટી ઉર્ફે ઋષિકેશ પહેલગામથી મંગળવારે નીકળી ઉધમપુર પહોંચી ગયા છે અને ઉધમપુરથી રાત્રે 12 વાગ્યે જમ્મુ પહોંચશે. જમ્મુથી વેપારીઓ બુધવારે બપોરે બે ફ્લાઇટમાં દિલ્હી થઇ સાંજે 8 વાગ્યા સુધીમાં અમદાવાદ પહોંચી જશે. > રક્ષિતજોષી, કાવ્યાટ્રાવેલ્સ સં