• Gujarati News
  • કોલેજોમાં દિવાળી વેકેશન શરૂ

કોલેજોમાં દિવાળી વેકેશન શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતયુનિવર્સિટી સંલગ્ન સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સહિતની વિવિધ વિદ્યાશાખાની કોલેજોમાં તથા અનુસ્નાતક ભવનોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના દિવાળી વેકેશનનો પ્રારંભ 20મી ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહ્યો છે, જે નવમી નવેમ્બર સુધી રહેશે. ગુજ. યુનિ.ના કુલપતિ ડો.એમ.એન.પટેલે જણાવ્યું હતું કે, ગુજ. યુનિવર્સિટી સંલગ્ન આશરે 300થી વધુ કોલેજ અમદાવાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છે, જેમાં વેકેશનનો 20મીથી પ્રારંભ થશે. બીજી તરફ દિવાળીના વેકેશનના કારણે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા હોસ્ટેલ ખાલીખમ થઈ ગયા છે. હોસ્ટેલના વિવિધ બ્લોકમાં રહેતા વિદ્યાર્થીઓ બહારગામના હોવાથી તેઓ રવિવારથી પોતાના વતન-ઘેર જવા રવાના થતા વિદ્યાર્થીઓની ગેરહાજરીથી હોસ્ટેલના બ્લોક સૂમસામ થઈ ગયા છે.

વેકેશન પૂરું થયા બાદ ટૂંક સમયમાં પરીક્ષા

દિવાળીનુંવેકેશનપૂર્ણ થયા બાદ થોડાક દિવસોમાં કોલેેેજો-અનુસ્નાતક ભવનોમાં પરીક્ષાનો પ્રારંભ થશે અને દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કર્યા બાદ પરીક્ષા શરૂ થવાથી વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં શરૂ થનારી પરીક્ષાલક્ષી તૈયારીમાં લાગી જશે.