• Gujarati News
  • સિટી રિપોટર્ર : અમદાવાદ

સિટી રિપોટર્ર : અમદાવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોટર્ર : અમદાવાદ
થર્ડ બેલ અંતર્ગત નટરાણીમાં ૩૧મે અને ૧ જૂને બે નાટકો ભજવાશે. ૪૫ મિનિટના આઈ વોન્ટ ટુ ટિ્વટ અને બટ આઈ લવ યું બંને એકાંકી નાટકોના બે દિવસમાં બે શો યોજાશે. પ્રથમ પ્લે આઈ વોન્ટ ટુ ટિ્વટની વાત કરીએ તો આ પ્લેમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર વર્ચુઅલ વલ્ર્ડમાં જીવતા એક એવા છોકરા(ચિન્મય)ની વાત છે જે રિયલ લાઈફને છોડીને આ આભાસી દુનિયામાં જ જીવે છે. અંતે તે જયારે આ આભાસી દુનિયા છોડીને રીયલ વલ્ર્ડમાં જીવવાનો પ્રયાસ કરે છે ત્યારે દંભથી કંટાળીને ફરીથી વર્ચુઅલ વલ્ર્ડને સ્વીકારે છે. જયારે બીજાપ્લે બટ આઈ લવ યુમાં રોમેન્ટિક કોમેડી રજૂ થશે. નાની નાની વાતમાં રિલેશન બ્રેક કરતા યંગસ્ટર્સને અંતે ફરીથી આ જ રિલેશન સાચો લાગે છે પણ પછી બહુ મોડું થઈ ગયું હોય છે તે સ્ટોરીનો મેઈન સાર છે. બંને પ્લેના ડાયરેકટર અંકિત ગોર છે જયારે મ્યુઝિક સપ્તક મહર્ષિ અને ઈવાન મલિકે આપ્યું છે.
ધ્્રૂન્ ઞ્ૌર્ક