• Gujarati News
  • સિંગતેલમાં ૧૫નો ઘટાડો, એરંડામાં નરમાઇ

સિંગતેલમાં ૧૫નો ઘટાડો, એરંડામાં નરમાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્થાનિક તેલ બજારમાં ધીમી ઘરાકી અને ઉનાળુ મગફળીની આવકનું પ્રેશર વધતા સિંગતેલમાં ડબે રૂ.૧૫નો ઘટાડો હતો જેની પાછળ કપાસિયા તેલમાં પણ રૂ.પાંચ વઘ્યા હતા. સૌરાષ્ટ્રમાં મગફળીની આવક વધીને ૫૦,૦૦૦ ગુણી થઇ હોવાથી માલની મળતર સારી રહે છે તેની સામે ઘરાકી ઓછી હોવાથી ભાવ ઘટાડો થયો હતો. સિંગતેલમાં ૮-૧૦ ટેન્કર અને કપાસિયા તેલમાં ૨૦-૨૫ ટેન્કરના કામકાજ હતા. સિંગતેલ લુઝ રૂ.પાંચ ઘટી રૂ.૬૫૮-૬૯૦, તેલિયા રૂ.૭ ઘટી રૂ.૧૦૭૫-૧૦૭૬, નવા ટીન ૧૫ કિલો રૂ.૧૫ ઘટી રૂ.૧૨૫૦-૧૨૫૫ અને અમદાવાદ લેબલ ટીન રૂ.૧૨૪૦-૧૩૦૦ના સ્તરે હતું. કપાસિયા વોશ રૂ.૩ ઘટી રૂ.૫૯૨-૫૯૫, કપાસિયા ટીન રૂ.પાંચ ઘટી રૂ.૧૦૬૫-૧૦૮૫, અમદાવાદ કપાસિયા નવા ટીન રૂ.૧૧૨૦-૧૧૬૦ અને પામોલિન રૂ.૯૨૫ના ભાવે જોવા મળ્યું હતું. રાજકોટ ખાતે રૂ.૬૮૦-૮૩૦ અને જામનગર ખાતે રૂ.૬૫૦-૭૦૦ના ભાવે મગફળીના વેપાર હતા. સિંગદાણાના રૂ.૫૦,૦૦૦ -૫૩,૦૦૦ના ભાવ જોવા મળ્યા હતા.
ગઇકાલના ઝડપી ઘટાડા બાદ આજે તલના ભાવમાં પ્રત્યાઘાતી સુધારો જોવા મળ્યો હતો. તલમાં નિકાસકારોની ડિમાન્ડ સારી છે. રાજકોટમાં ૨૦૦૦-૨૫૦૦ બોરી અને સૌરાષ્ટ્રમાં ૧૦,૦૦૦-૧૨,૦૦૦ બોરી આવક હતી. રૂ.૧૦૦ના સુધારા સાથે ૯૯/૧ કવોલિટીના રૂ.૨૧૦૦, ૯૮/૨ કવોલિટીના રૂ.૨૦૦૦ અને કરિયાણા કવોલિટીના રૂ.૨૨૦૦-૨૨૫૦ના ભાવ હતા. લોકલ ઘરાકીના અભાવ અને નિકાસકારોની ધીમી લેવાલી વરચે જીરુંના ભાવમાં સ્થિરતા હતી. ઊઝા ખાતે ૧૮,૦૦૦-૨૦,૦૦૦ બોરી આવક અને ૧૨,૦૦૦-૧૩,૦૦૦ બોરીના વેપાર હતા. રાજકોટ ખાતે ૨૦૦૦ બોરી આવક હતી. સ્થાનિકમાં સારા માલના રૂ.૨૦૦૦-૨૧૦૦, મિડિયમ માલના રૂ.૧૯૫૦-૨૦૦૦ અને હલકા માલના રૂ.૧૮૫૦-૧૯૫૦ના ભાવ હતા.
એરંડા વાયદામાં નરમાઇની ચાલ આગળ વધી રહી છે. રાજસ્થાન બાજુની આવકનું પ્રેશર જળવાઇ રહેતા વાયદામાં મંદી જોવાઇ રહી છે. આજે દિવેલમાં રૂ.૭૯૦-૮૦૦ના ભાવે ૨૦૦૦ ટનના કામ થયા હોવાનું વેપારી સૂત્રોએ જણાવ્યું હતું. બેંગકોકના ૧૪૩૦ ડોલરમાં કામ થયાની બજારમાં ચર્ચા હતી.