• Gujarati News
  • નફારૂપી વેચવાલીએ સેન્સેકસ ૧૬૭ પોઇન્ટ ઘટયો

નફારૂપી વેચવાલીએ સેન્સેકસ ૧૬૭ પોઇન્ટ ઘટયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડબ્બાવાળાની બકરી ડબ્બામાં!!
રૂપિયામાં વધુ ૩૩ પૈસાનો ઘટાડો
વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના સભ્યોએ કાર્યભાર સંભાળી લેતાં હવે વિવિધ બજારો અને કોર્પોરેટ સેકટરમાં એકશન/રિએકશનની રાહ જોવાઇ રહી છે! જોકે ભારતીય શેરબજારોમાં ઊચા મથાળે નફારૂપી વેચવાલીના પગલે સળંગ ત્રણ દિવસની સુધારાની ચાલને આજે બ્રેક વાગી હતી. સેન્સેકસ ૧૬૭.૩૭ પોઇન્ટ ઘટી ૨૪૫૪૯.૫૧ પોઇન્ટની સપાટીએ બંધ રાો હતો. નિફટી પણ ૪૧.૦૫ પોઇન્ટના ઘટાડા સાથે ૭૩૧૮ બંધ રાો હતો. ૧૨ પૈકી આઠ સેકટોરલ ઇન્ડેકસ ઘટીને બંધ રહેવા સામે ડોલર સામે રૂપિયામાં સતત બીજા દિવસે પણ નરમાઇ રહેતાં આઇટી, ટેકનોલોજી, હેલ્થકેરમાં સાધારણ સુધારો રાો હતો. સેન્સેકસ બેઝ્ડ ૩૦ પૈકી ૨૧ સ્ક્રીપ્સ ઘટી હતી. જયારે કુલ ટ્રેડેડ ૩૦૫૫માંથી ૧૬૬૧ સ્ક્રીપ્સ ઘટી હતી. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નકારાત્મક રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ટૂંકાગાળા માટે સાવચેતીનું રાું છે. સોમવારે કેડ વર્ષ ૨૦૧૪ માટે જીડીપીના ૧.૭ ટકા (૪.૭ ટકા) આવી હોવાના અહેવાલોને પણ બજારે આજે અવગણ્યા હતા. જોકે વાણિજય, એગ્રીકલ્ચર, ફાઇનાન્સ, પીએસયુ મંત્રાલયના નવા પ્રધાનોએ આપેલા સ્ટેટમેન્ટની સંભવિત અસર ઉપરાંત ગુરુવારે એફ એન્ડ ઓ સેટલમેન્ટના કારણે પણ ઊચા મથાળે સાવચેતીનું વલણ રાું હોવાનું બજાર નિષ્ણાતો જણાવે છે.
સોમવારે નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદે શપથ લેશે ત્યારે સેન્સેકસ ૨૫૦૦૦ પોઇન્ટ ઉપર બંધ રહેશે તેવી ગણતરીએ ટી-૩/૫ અને ડબ્બામાં જંગી માલો લેનારા ડે-ટ્રેડર્સ અને ડબ્બા ટ્રેડર્સનો દાવ ઊધો પડતાં અને જંગી ડિફરન્સનો ચેક આપી નહિં શકતાં મંગળવારે બજારમાં બાસ્કેટ સેલિંગના કારણે સેન્સેકસે તેજીની મોમેન્ટ ગુમાવી હોવાનું બજારમાં ચર્ચાઇ રાું છે. સામાન્ય રીતે તમારું ખાતું રેગ્યુલર હોય અને પાંચેક હજારનું બેલેન્સ હોય તો બ્રોકર રૂ. પાંચ લાખ સુધીનો માલ ટી-૩/૫માં લેવા દે. ત્રણ/પાંચ દિવસમાં માલ ફોડો અથવા ડિફરન્સનો ચેક આપો અથવા ડિલિવરી પેટે પેમેન્ટ કરો. પરંતુ જો તમે નિષ્ફળ જાવ તો બ્રોકર સવારે માલ ફોડી નાંખે અને તમારે ડિફરન્સનો ચેક ભરવાનો આવે. આના કારણે જ સેન્સેકસ પોણા અગિયાર વાગ્યે ૨૯૫ પોઇન્ટ તૂટયો હતો. પરંતુ પાછળથી રિકવરી આવતાં સેન્સેકસ ૧૬૭ પોઇન્ટ ઘટીને બંધ રાો હતો.
ફોરેકસ માર્કેટમાં છેલ્લા ત્રણ દિવસમા રૂપિયો પણ ૫૭ પૈસા ઘટયો છે. જોકે મંગળવારે ડોલર ૩૩ પૈસા મજબૂત થયો હતો. તેની સાથે અન્ય મેજર કરન્સીમાં પણ