• Gujarati News
  • મોદીનું GCAyWW પ્રમુખપદેથી રાજીનામું

મોદીનું GCAyWW પ્રમુખપદેથી રાજીનામું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ)ના પ્રમુખપદેથી શુક્રવારે રાજીનામું આપી દીધું છે. મોદીના રાજીનામા પછી સમૃદ્ધ જીસીએ આગામી ૧૩મી જૂને તેના નવા પ્રમુખની જાહેરાત કરે તેવી સંભાવના છે. ૧૩મી જૂને જીસીએની યોજાનારી બેઠકમાં જીસીએના નવા પ્રમુખને ચૂંટી કાઢવામાં આવશે. વડાપ્રધાન બન્યા પછી મોદી દ્વારા આ ચોથું રાજીનામું આપવામાં આવ્યું છે. ૨૦૦૯ની ૧૫મી સપ્ટેમ્બરે નરહરિ અમીન પાસેથી નરેન્દ્ર મોદીએ જીસીએનું સુકાન સંભાળ્યું હતું.