• Gujarati News
  • અમદાવાદ રાજયનું સૌથી વધુ ગરમ શહેર ગત મંગળવારે અમદાવાદમાં ગરમીનો પારો ૪૪.૪ ડિગ્રીએ પહોંચતાં આ સિ

અમદાવાદ રાજયનું સૌથી વધુ ગરમ શહેર ગત મંગળવારે અમદાવાદમાં ગરમીનો પારો ૪૪.૪ ડિગ્રીએ પહોંચતાં આ સિઝનનું અને છેલ્લાં ત્રણ વર્ષનું રેકોર્ડબ્રેક મહત્તમ તાપમાન નોંધાયું હતું. જયારે મંગળવાર બાદ...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સતત બીજા દિવસે પણ ૪૪.૫ ડિગ્રી ગરમીથી શેકાઈ ગયું
દિ ાણ-પિશ્ચમથી પિશ્ચમી ગરમ પવનોને કારણે અમદાવાદમાં આ સિઝનનું સૌથી વધુ ૪૪.૫ ડિગ્રી સેિલ્સયસ મહત્તમ તાપમાન નોંધાતા લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યોહતો. જયારે અમદાવાદ ઉપરાંત રાજયનાં ડીસા, ગાંધીનગર, ઇડર, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર જેવાં છ શહેરોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી પાર કરી ગયો હતો. જયારે અમદાવાદમાં બે દિવસમાં ૪૪.૪ ડિગ્રી બાદ બીજી વખત સિઝનનું સૌથી વધુ ૪૪.૫ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજયનું પણ સૌથી ગરમ શહેર બન્યું હતું. તેમજ આગામી ૨૪ કલાક સુધી રાજયમાં હિટવેવનું જોર યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધીને ૪૪.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ૧ ડિગ્રી વધીને ૨૭.૯ ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮.૩૦ કલાકે ૬૩ ટકા અને સાંજે ૫.૩૦ કલાકે ૨૦ ટકાએ પહોંરયું હતું. મહ્ત્વની ... અનુસંધાન પાના નં. ૧૩


વાત એ છે કે, ગુરુવારે અમદાવાદમાં ગરમીનો પારો ૪૪.૫ ડિગ્રીએ પહોંચતાં આ સિઝનનાં સૌથી વધુ તાપમાન સાથે છેલ્લાં ત્રણ વર્ષનો ૪૪.૪ ડિગ્રી સેિલ્સયસનો રેકોર્ડ બ્રેક કર્યોહતો.
વાતાવરણમાં ફુંકાતા કાતિલ ગરમ પવનોને પગલે અમદાવાદમાં ગરમીનો પારો ઉચકાયો હતો. જો કે, સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા જેટલું રહેતાં લોકોએ ગરમીનો ઓછો અનુભવ કર્યોહતો. પરંતુ, બપોર પછી ગરમીનું પ્રમાણ વધવાની સાથે વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ઓછું થઇને સાંજે ૨૦ ટકાએ પહોંરયું હતું. જેને પગલે બપોરનાં ૩થી સાંજ ૬ વાગ્યા સુધી ચાલુ રહેલાં ગરમ પવનો અને માથું ફાડી નાંખે તેવી ગરમીનું પ્રમાણ વધતાં લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યોહતો. જો કે, સાંજનાં ૬ વાગ્યા બાદ શરૂ થયેલાં પવનોને પગલે ગરમ પવનોનું પ્રમાણ ઘટતાં લોકોએ ગરમીથી અંશત રાહત મેળવી હતી. તેમજ આગામી બે દિવસ સુધી અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
અમદાવાદ ઉપરાંત રાજયનાં છ શહેરોનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીને પાર કરી ગયું હતું. જેમાં ડીસા- ૪૩.૨, ગાંધીનગર-૪૩.૮, ઇડર- ૪૩૩.૪, અમરેલી- ૪૩.૨, રાજકોટ- ૪૩.૫ અને સુરેન્દ્રનગર- ૪૩.૦ ડિગ્રી સેિલ્સયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભાવનગર- ૪૨.૪, કંડલા એરપોટર્-૪૨.૫, વલ્લભ વિધાન