• Gujarati News
  • સિંચાઈ માટે પાણી છોડાયું

સિંચાઈ માટે પાણી છોડાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંચાઈ માટે પાણી છોડાયું
સર્વત્ર સારો વરસાદ થતાં અમદાવાદના વાસણા બેરેજ ખાતેથી ફતેવાડી કેનાલમાં ૪૦૦ કયુસેક જેટલું પાણી ખેતી-સિંચાઈ માટે છોડાઈ રાું છે. સાથે સાથે કેનાલ પર નવા નાળાનું નિર્માણ પણ હાથ ધરાયું છે.
સાણંદમાં બે ઓવરહેડ ટાંકી બનશે
અમદાવાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મોડેલ સિટીમાં સમાવિષ્ટ અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં પાણીની ટાંકી બનાવવાનું કામ પણ મૂકાયું છે. સાણંદમાં વોટર સપ્લાય સ્કીમ કરવાના કામ અંતર્ગત મંજૂર થયેલા ડીપીઆર પૈકી વીસ લાખ લિટરની ામતાની તથા પાંચ લાંખ લિટર ામતાની ઓવરહેડ ટાંકી બનાવવાનું કામ હાથ ધરાયું છે. ટાંકી બનાવવા પાછળ ૪,૧૫,૮૨,૪૯૮ ખર્ચ કરાશે. આ કામ આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મુકાશે.
નહેરુબ્રિજ પર મોટા ખાડા પડયા
અમદાવાદ શહેરના સાબરમતી નદી ઉપર આવેલા નહેરુબ્રિજના આશ્રમ રોડ બાજુના છેડા પર મોટા ખાડા પડી ગયા હોવા છતાં મ્યુુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ખાડા પૂરવા માટે કોઇ કાર્યવાહી કરાતી નથી. નહેરુબ્રિજ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે અને મોટા ખાડાને કારણે વાહનચાલકોને ઘણી મુશ્કેલીઓ પડે છે પરંતુ મ્યુનિસિપલ રોડ વિભાગને આ મોટા ખાડા દેખાતા જ નથી.
એચ ટાટનું પરિણામ ૧૨.૬૫ ટકા
અમદાવાદ પ્રા. શાળાઓમાં શિ ાકમાંથી મુખ્ય શિ ાક બનવા માટે અતિ મહત્વની હેડ ટીચર એપ્ટીટયુટ ટેસ્ટ (એચ ટાટ)નું ૧૨.૬૫ ટકા પરિણામ જાહેર કરાયું છે. એચ ટાટની પરી ાામાં ૩૦ હજાર ઉમેદવારો ઉપસ્થિત રાા હતા. પરિણામ પૂર્વ ઓનલાઇન મૂકાયેલી પ્રોવીઝનલ આન્સરકી મૂકાઇ હતી. જેમાં ત્રણ પ્રશ્નો ખોટા હોવાનું બહાર આવ્યું હતું. જેથી તજજ્ઞોની તપાસ કમિટી દ્વારા પૂરવાર થતાં તમામ ઉમેદવારોને ત્રણ ગુણ આપી દેવામાં આવ્યા હતા.
ન્યૂઝ ઈન બોકસ