• Gujarati News
  • WDC તપાસ કરવાને બદલે હાથ જોડીને બેસી રાો હતો: મહિલા પંચ

WDC તપાસ કરવાને બદલે હાથ જોડીને બેસી રાો હતો: મહિલા પંચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટીના અશ્લીલ પત્રકાંડ સંદર્ભે મહિલા આયોગે ગુજરાત સરકારને તેનો તપાસ અહેવાલ સુપરત કર્યોછે. અહેવાલમાં સમગ્ર પ્રકરણમાં ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ ગંભીર બેદરકારી દાખવી હોવાનો ઉલ્લેખ છે. અલબત્ત, યુનિવર્સિટીના વુમન સેલ (ડબલ્યુડીસી)એ સમગ્ર પ્રકરણમાં તપાસ કરવાને બદલે કોઈ ઘ્યાન જ આપ્યું ન હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. યુનિવર્સિટીમાં જાતીય સતામણીના વધતા જતા કિસ્સા સામે તાકીદના ધોરણે મહિલા સમિતિ બનાવવામાં આવે અને તેની બેઠક દર ત્રણ મહિને ફરજિયાતપણે યોજવાનું અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે.
પ્રો. ઝાલાએ જે ત્રણ અઘ્યાપિકાઓને પત્રો લખ્યા હતા તેમને પણ મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયાએ સાંભળી તેમની કેફિયત રેકોર્ડ પર લીધી હતી.
પીડિતા અઘ્યાપિકાઓને પત્રો મળ્યા તેના થોડા જ દિવસોમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રૂબરૂમાં રજૂઆત કરી તપાસ કરવાની માગણી કરી હતી. આ અરજી ખુદ કુલપતિએ વુમન સેલને મોકલવા છતાં તે પ્રત્યે કોઈ પણ પ્રકારની તપાસ યુનિવર્સિટી લેવલે નહીં કરી ગંભીર બેદરકારી દાખવી હોવાનું રિપોટર્માં જણાવાયું છે. રિપોટર્માં પોલીસ ફરિયાદની વિગતો ઉપરાંત પોલીસ દ્વારા શું તપાસ કરવામાં આવી તેની વિગતો પણ ટાંકવામા આવી છે. હવે, આવી જાતીય સતામણીની ફરિયાદો સંદર્ભે યુનિવર્સિટી ક ાાએ શું કરવું જોઈએ તેની તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને ફરિયાદો જ ન આવે તેવી વ્યવસ્થા ગોઠવી મહિલા સમિતિ બનાવી યુનિવર્સિટી ક ાાએ મહિલાઓને લગતા પ્રશ્નો સાંભળી તેનો તાકીદે ઉકેલ લાવવાનું સૂચવાયું છે.
અઘ્યાપિકાઓને ધમકી આપનારા પ્રો.ઝાલાના ભાણેજ જમાઈની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.