• Gujarati News
  • પુત્રની કસ્ટડી મેળવવા પતિનો કીમિયો

પુત્રની કસ્ટડી મેળવવા પતિનો કીમિયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુત્રની કસ્ટડી મેળવવા પતિનો કીમિયો

{ પત્નીએ મહિલા પો. સ્ટેશનમાં ફરિયાદ કરી

છૂટાછેડા બાદ પત્ની પર બીજા લગ્ન માટે દબાણ



ઇસનપુરમાંરહેતો યુવક છૂટાછેડા બાદ પણ પત્નીને ગાળાગાળી કરતો, માનસિક ત્રાસ આપતો હતો. તેમજ પત્નીને બીજા લગ્ન કરી લેવા માટે દબાણ કરતો હતો. જેથી કંટાળીને પત્નીએ પતિના વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

ઇસનપુરનો સુનિલ (નામ બદલેલ છે) ના લગ્ન રીમા (નામ બદલેલ છે) સાથે થયા હતા. તેમને લગ્નજીવન દરમિયાન પુત્ર હતો. બાદમાં સુનિલ અને રીમા વચ્ચે મતભેદ થતા છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ પુત્રની કસ્ટડી રીમા પાસે હતી. કોર્ટના ઓર્ડર મુજબ અઠવાડિયામાં એક વાર સુનિલ તેના પુત્રને મળવા જતો હતો. સનિલ જ્યારે પુત્રને મળવા જાય ત્યારે રીમાને બીજા લગ્ન કરી લેવા માટે દબાણ કરતો હતો. રીમા બીજા લગ્ન કરવાની ના પાડતી હતી ત્યારે સુનિલ તેની સાથે ખરાબ વર્તન કરતો તેમજ તેને ગાળાગાળી કરતો હતો. રીમા તેને સમજાવતી હતી કે હવે આપણે અલગ થઇ ગયા છીએ. હું લગ્ન કરું કે કરું તમારો પ્રશ્ન નથી. કંટાળીને રીમાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સુનિલ વિરુદ્ધ માનસિક ત્રાસની અરજી કરી હતી. સુનિલે જણાવ્યું કે જો તે લગ્ન કરી લે તો મને મારો દીકરો મળી જાય, જેથી હું તેને લગ્ન કરવા માટે કહેતો હતો. બાદમાં પોલીસે તેને સમજાવ્યો હતો અને હેરાન કરવા અંગે જણાવ્યું હતું. અંગે મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દશરથભાઇએ જણાવ્યું હતું કે, અરજીને આધારે અમે સુનિલને બોલાવ્યો હતો.