• Gujarati News
  • જેલ સહાયકનો દીક્ષાંત સમારોહ

જેલ સહાયકનો દીક્ષાંત સમારોહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેલ સહાયકનો દીક્ષાંત સમારોહ

અમદાવાદ |સાબરમતી વિસ્તારમાં આવેલી જેલ સ્ટાફ તાલીમ શાળા ખાતે આગામી 8 ડિસેમ્બરના રોજ મહિલા જેલ સહાયકનાં દીક્ષાંત સમારોહનું આયોજન રાખવામાં આ‌વ્યું છે. ગત 18 માર્ચ થી જેલ સ્ટાફ તાલીમ શાળામાં રાજ્યની વિવિધ જેલોથી આવેલી મહિલાઓને 9 મહિનાની જેલ રક્ષક મૂળભૂત તાલીમ અપાઈ હતી. મહિલા તાલીમાર્થીઓનાં પ્રથમ દીક્ષાંત સમારોહનું આયોજન ડિસેમ્બરની 8 તારીખના રોજ રાખવામાં આવ્યું હોવાનું જેલસ્ટાફ તાલીમ શાળાના ઈન્ચાર્જ આચાર્ય એસ.આર.રબારીએ જણાવ્યું હતું.