• Gujarati News
  • લગ્નસહાયની ફાઇલ આગળ ધપાવવા માટે લાંચ માંગનારા સોશિયલ વેલ્ફેર

લગ્નસહાયની ફાઇલ આગળ ધપાવવા માટે લાંચ માંગનારા સોશિયલ વેલ્ફેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લગ્નસહાયની ફાઇલ આગળ ધપાવવા માટે લાંચ માંગનારા સોશિયલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટના ક્લાસ -3 અધિકારી સુધીર દેસાઈને એસીબીએ વોન્ટેડ જાહેર કર્યાં છે. જ્યારે અધિકારીએ લાંચ લેવા મોકલેલા વચેટિયા ગૌરાંગ પરમારની એસીબીએ ધરપકડ કરી હતી. નરોડામાં રહેતા સુરેશ સુથારના પુત્રે ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા હતા, જે માટે સરકાર તરફથી મળતી લગ્ન સહાય માટે તેમણે સોશિયલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટમાં અરજી કરી હતી. મામલે સુધીર દેસાઈએ 12 હજારની લાંચ માગી હતી, જેથી સુરેશ સુથારે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.

લાંચ કેસમાં સોશિયલ વેલ્ફેરનો અધિ. વોન્ટેડ, વચેટિયો પકડાયો