• Gujarati News
  • મુંબઈની જીવાદોરી પશ્ચિમ રેલવે આજે 150 વર્ષ પૂરાં કરશે

મુંબઈની જીવાદોરી પશ્ચિમ રેલવે આજે 150 વર્ષ પૂરાં કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારે પશ્ચિમ રેલવે 150 વર્ષ પૂર્ણ કરશે. 28 નવેમ્બર, 1864ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરથી મંુબઈના વેસ્ટર્ન કોસ્ટલ લાઈનના ગ્રાન્ટ રોડ સ્ટેશને પહેલી બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા (બીબીએન્ડસીઆઈ) ટ્રેન પહોંચી હતી.

ટ્રેન ગ્રાન્ટ રોડ સ્ટેશનથી સવારે 7 વાગ્યે ઊપડી હતી અને બીજા દિવસે સાંજે 5 વાગ્યે અમદાવાદ સ્ટેશને પહોંચી હતી. ત્યાર બાદ ટ્રેન અમદાવાદથી સવારે 7 વાગ્યે ઊપડી હતી અને બીજા દિવસે સાંજે 5.30 વાગ્યે પહોંચી હતી.આ લાંબા પ્રવાસમાં પહેલા દિવસે ટ્રેન ફક્ત સુરત સુધી દોડાવી હતી.

ટ્રેન સુરતમાં 5 વાગ્યાની આસપાસ પહોંચતી હતી અને બીજા દિવસે સવારે 7 વાગ્યે રવાના થતી હતી, જે પ્રવાસીઓને સુરત ફરવાની ઈચ્છા હોય તેઓ માટે આરામકક્ષ અને બંગલો પણ હતો.



વેસ્ટર્ન રેલવેની સિદ્ધિ હતી કે પહેલાના દિવસોમાં નર્મદા બ્રિજ બંધાયો નહોતો. તેથી પ્રવાસીઓને પુલ પસાર કરવા માટે બોટનો ઉપયોગ કરવો પડતો હતો.





પ્રથમ કક્ષાના પ્રવાસીઓને છ-આના ભાડું જ્યારે દ્વિતીય કક્ષાને ત્રણ-આનાં અને તૃતીય-કક્ષાના લોકોને એક-આનું ભાડું આપવંુ પડતું હતું. નદીની બીજી બાજુએ પહેલા અને દ્વિતીય કક્ષાના લોકો માટે પાલકીઓની પણ વ્યવસ્થા હતી જેના બે રૂપિયા વધારાના આપવા પડતા હતા.

હાલમાં વેસ્ટર્ન રેલવે આમદાવાદથી મંુબઈ વચ્ચે શતાબ્દી એક્સપ્રેસ, દુરન્તો એક્સપ્રેસ અને એસી ડબલડેકર એક્સપ્રેસ જેવી મહત્ત્વની ટ્રેનો સાથે કુલ 60 ટ્રેન દોડે છે.

વેસ્ટર્ન રેલ્વે 5 નવેમ્બર, 1951માં અસ્તિત્વમાં આવ્યું હતું. વેસ્ટર્ન રેલવેનંુ મર્જર બીબીએન્ડસીઆઈ અને અન્ય શહેરોના રેલ જેમ કે સૌરાષ્ટ્ર, રાજપૂતાના અને જયપુર સાથે થયું છે.

{અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રથમ ટ્રેન દોડાવાઈ હતી