• Gujarati News
  • નિફ્ટી 8550 પોઇન્ટનડતર!

નિફ્ટી 8550 પોઇન્ટનડતર!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીએસઇસેન્સેક્સ આજે વધુ 52.72 પોઇન્ટના સુધારા સાથે 28438.91 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે િનફ્ટી 18.45 પોઇન્ટ વધી 8494.20 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સાથે સાથે નવેમ્બર સિરિઝમાં પણ નિફ્ટી 8500નું લેવલ ક્રોસ કરવામાં િનષ્ફ‌ળ રહી હતી. મોટાભાગના ટેકનિકલ િનષ્ણાતો પણ એવો સૂર વ્યક્ત કરી રહ્યા છે કે, નિફ્ટી માટે 8550નું લેવલ હવે સૌથી મજબૂત પ્રતિકારક લેવલ બની રહેશે.

જુલાઇથી સપ્ટેમ્બરના ગાળા દરિમયાન જીડીપી ગ્રોથ રેટ 5.3 ટકા આસપાસ રહેવા સાથે આરબીઆઇ ટૂંકાગાળાના વ્યાજદરોમાં 25થી 50 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરે તેમજ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઘટીને ચાર વર્ષના તળીયે પહોંચતા ભારતનું આયાતબિલ ઘટવા સાથે કેડ અને રૂપિયાને રાહત મળશે તેવા આશાવાદ વચ્ચે ભારતીય શેરબજારોમાં મોમેન્ટમ અને ટ્રેન્ડ ટકી રહ્યા છે. આજે ડોલર સામે રૂપિયો રૂ. 61.87ની સપાટીએ નોંધાયો હતો. સેન્સેક્સ બેઝ્ડ 30 પૈકી 16 સ્ક્રીપ્સમાં સુધારા સાથે કુલ ટ્રેડેડ 3062 પૈકી 1571 સ્ક્રીપ્સ સુધરીને અને 1352 સ્ક્રીપ્સ ઘટીને બંધ રહી હતી. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. આજે એફઆઇઆઇ તેમજ સ્થાનિક સંસ્થાઓ બન્નેની નેટ લેવાલી રહી હતી.