• Gujarati News
  • કાળુપુર કાપડ માર્કેટમાં આગથી લાખોનું નુકસાન

કાળુપુર કાપડ માર્કેટમાં આગથી લાખોનું નુકસાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાળુપુરમોતી મહેલની બાજુમાં આશીર્વાદ માર્કેટમાં દુકાન નંબર 19-20ની કાપડની દુકાનમાં શોર્ટ સર્કિટ થતાં લાગેલી આગમાં દુકાનમાં નુકસાન પહોંચાડ્યું હતું. ગુરુવારે સવારે લાગેલી ભયાનક આગમાં ફાયરના જવાનોએ લોકોને સહીસલામત રીતે દુકાનથી દૂર મોકલી આપ્યા હતા. ફાયર બ્રિગેડની એક ટેન્કરે એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

કાળુપુર આશીર્વાદ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન 19-20 શ્રી હરિ ટેક્સટાઇલ નામથી સાડીઓના કપડાનો ધંધો કરતા શૈલેષભાઇ સાવરિયાએ જણાવ્યું હતું કે, ગુરુવારે સવારે 8 વાગ્યા વચ્ચે મારી દુકાનના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવી જોઇએ. સવારે દુકાન ખોલતા દુકાનમાં આગ લાગેલી હતી. પાણીથી આગ ઓલવાઈ શકે તે પહેલા ભયંકર રૂપ લઈ લેતા હું અને કર્મચારીઓ દુકાનની બહાર નીકળી ગયા હતા.