• Gujarati News
  • ડબલ્સમાં થોમ્બ્રે ટાઇટલથી વંચિત, સિંગલ્સમાં રૈનાની આજે ફાઇનલ

ડબલ્સમાં થોમ્બ્રે ટાઇટલથી વંચિત, સિંગલ્સમાં રૈનાની આજે ફાઇનલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદસિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે રમાતી આઇટીએફ પ્રો-વિમેન્સ ટૂર્નામેન્ટની ડબલ્સમાં ભારતની પ્રાર્થના થોમ્બ્રે તથા જાપાનની હિબિનો નાઓની જોડી ફાઇનલમાં થાઇલેન્ડની પ્લીપુચ પિગંતાર્ન તથા વાન્નાસુક નુગંનાડાની જોડી સામે 6-3, 2-6 (12-10)થી પરાજય થયો હતો.

અગાઉ ભારતની ટેલેન્ટેડ ખેલાડી અંકિતા રૈનાએ વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં આસાનીથી પ્રવેશ કરી લીધો હતો.

સેમિફાઇનલ મુકાબલામાં અંકિતા રૈનાએ એક કલાક 33 મિનિટ સુધી ભારે સંઘર્ષ કર્યા બાદ જાપાનની ઓમેઇ અકિકોને 6-1, 6-4થી પરાજય આપ્યો હતો. ફાઇનલમાં તેનો મુકાબલો લેટવિયાની સેવાસ્તોવા એનેસ્તેશિયા સામે થશે જેણે બીજી સેમિફાઇનલમાં જાપાનની અન્ય એક ખેલાડી ઇનક્યૂ મિયાબીને 6-2, 6-4થી પરાજય આપ્યો હતો.

વિમેન્સ સિંગલ્સમાં રૈનાએ આક્રમક શરૂઆત કરીને પ્રથમ સેટ 6-1થી જીતી લીધો હતો. રૈનાએ બેઝ લાઇન તથા ફોરહેન્ડ વોલી શોટ્સનો ખૂબીથી ઉપયોગ કરીને જાપાનીઝ ખેલાડીને સતત દબાણમાં રાખી હતી. બીજા સેટમાં ગરમીના કારણે બંને ખેલાડીઓને સર્વિસમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચે પાંચમી તથા 10મી ગેમ લોંગ રેલીવાળી બની હતી અને બંનેએ કેટલાક ક્રોસ કોર્ટ શોટ્સ દ્વારા એકબીજા પર હાવિ થવાના પ્રયાસ કર્યા હતા.

થાઇલેન્ડની પ્લીપુચ પિગંતાર્ન તથા વાન્નાસુક નુગંનાડા ડબલ્સમાં ચેમ્પિયન .

પ્રો વિમેન્સ ટેનિસ| પ્રાર્થના થોમ્બ્રેની જોડીનો ફાઇનલમાં 6-3, 2-6 (12-10)થી પરાજય