• Gujarati News
  • ઔદ્યોગિક ઉત્પાદન 9 માસની ટોચે : ફેબ્રુ.માં 5 ટકાની વૃદ્ધિ

ઔદ્યોગિક ઉત્પાદન 9 માસની ટોચે : ફેબ્રુ.માં 5 ટકાની વૃદ્ધિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેબ્રુઆરીમાસમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 5 ટકાની આકર્ષક વૃદ્ધિ જોવા મળી છે. ખાસ કરીને ખાણ, ઉત્પાદન પ્રવૃત્તિમાં વૃદ્ધિ ઉપરાંત કેપિટલ ગુડ્સની માગમાં પણ વધારો થયો છે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) ફેબ્રુઆરી-14માં બે ટકા ઘટ્યો હતો. ઉત્પાદનમાં 22 પૈકી 15 સેક્ટર્સમાં વૃદ્ધિનો ટ્રેન્ડ નોંધાયો છે. માર્ચમાં પણ ઔદ્યોગિક આંકમાં વધારાના સંકેતો જણાય છે.

એપ્રિલ-ફેબ્રુઆરી-14-15ના ગાળામાં આઇઆઇપી 2.8 ટકા વધ્યો હતો. જે આગલાં વર્ષના તેટલાંજ ગાળામાં 0.1 ટકા ઘટ્યો હતો. દરિમયાનમાં જાન્યુઆરીમાં આઇઆઇપી સુધારી 2.77 ટકા (2.6 ટકા) જાહેર કરાયો છે.

ફેબ્રુઆરી માસમાં ઇન્ડેક્સમાં 75 ટકા હિસ્સો ધરાવતા ઉત્પાદન સેક્ટરમાં 5.2 ટકા (-3.9 ટકા)ની વૃદ્ધિ નોંધાઇ છે. ખાણ ઉત્પાદન પણ 2.5 ટકા (2.3 ટકા) વધ્યું છે. કેપિટલ ગુડ્સ ઉત્પાદન 8.8 ટકા (17.6 ટકા) વધ્યું છે. એપ્રિલ-ફેબ્રુઆરીના ગાળા દરમિયાન ઉત્પાદન સેક્ટરમાં 2.2 ટકા (-0.7 ટકા)ની વૃદ્ધિ નોંધાઇ છે. તે રીતે માઇનિંગ સેક્ટરમાં પણ 1.5 ટકા (-0.7 ટકા)ની વૃદ્ધિ નોંધાઇ છે.