• Gujarati News
  • લો કોસ્ટને લીધે અમદાવાદ એરપોર્ટ શૂટિંગ ડેસ્ટિનેશન

લો-કોસ્ટને લીધે અમદાવાદ એરપોર્ટ શૂટિંગ ડેસ્ટિનેશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદનાસરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે હાલ ફિલ્મ કટ્ટી બટ્ટીનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મમાં હીરો તરીકે મુખ્ય ભૂમિકામાં ઇમરાનખાન અને હિરોઈન તરીકે મુખ્ય ભૂમિકામાં કંગના રનોત કામ કરી રહ્યા છે. શુક્રવારથી ત્રણ દિવસ સુધી ચાલનારા ફિલ્મના શૂટિંગ માટે એરપોર્ટ ખાતે ખાસ સેટ તૈયાર કરવામાં આવ્યો છે. મુંબઈ કે દિલ્હી એરપોર્ટ પર શૂટિંગ માટેનો ચાર્જ વધી જતા ધીમે ધીમે ફિલ્મના પ્રોડ્યુસર તેમજ ડાયરેક્ટર હવે અમદાવાદ એરપોર્ટ તરફ વળી રહ્યા છે.

એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે, મુંબઈ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપની દ્વારા કરવામાં આવે છે જેના કારણે ત્યાં શૂટિંગનો ચાર્જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એરપોર્ટ પરના ચાર્જ કરતા લગભગ ત્રણ ગણો વધુ છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ પર કોઈ પણ ફિલ્મના શૂટિંગ માટે કલાક દીઠ લગભગ 30 હજાર રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવે છે. ત્યારે ફિલ્મના ડાયરેક્ટર નિખિલ અડવાણીએ હાલ શૂટિંગ માટે અમદાવાદ એરપોર્ટ અોથોરિટી પાસેથી ત્રણ દિવસ શૂટિંગ કરવાની મંજૂરી લીધી છે. એરપોર્ટ પાસે સારું લોકેશન શૂટિંગનું મુખ્ય કારણ છે.

અમદાવાદ એરપોર્ટ ખાતે અગાઉ નિખિલ અડવાણીની ફિલ્મ ડી-ડેની તેમજ ઇશાન નાયર (મીરા નાયરના ભત્રીજા)ના નિર્દેશનમાં તૈયાર થયેલી ફિલ્મ ખ્વાઈશ ફિલ્મોના શૂટિંગ પણ અહીં થઈ ચૂક્યા છે.

અમદાવાદ એરપોર્ટ પર મુંબઇ-કોલકાતાના સેટ ઊભા કરવામાં આવ્યા

અમદાવાદ એરપોર્ટ પર શુક્રવારે ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’નું શૂટિંગ શરૂ થયું હતું. ત્રણ દિવસના શૂટિંગ માટે અંધેરી પોલીસ સ્ટેશનના બોર્ડ સાથે ખાસ સેટ તૈયાર કરાયા છે.

શૂટિંગ માટે કલાક દીઠ 30 હજાર લેવાય છે

^એરપોર્ટ પર ફિલ્મના શુટિંગ માટે કલાક દીઠ 30 હજાર અને સર્વિસ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. વધુમાં હાલ અમદાવાદ એરપોર્ટ પર ત્રણ દિવસ શુટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. બપોરના સમયે ફ્લાઇટની અવર-જવર ઓછી હોવા ઉપરાંત ગાર્ડન-બિલ્ડિંનું લોકેશન આકર્ષક છે. જેના કારણે ફિલ્મ ડાયરેક્ટરો અમદાવાદ એરપોર્ટ પર પસંદગી ઉતારે છે. > આર.કે. સિંહ, ડાયરેક્ટર,અમદાવાદ

આકર્ષણ