• Gujarati News
  • યુનિ.ના ઝૂઓલોજી વિભાગમાં ~45 લાખના ખર્ચે એનિમલ હાઉસ બનાવાશે

યુનિ.ના ઝૂઓલોજી વિભાગમાં ~45 લાખના ખર્ચે એનિમલ હાઉસ બનાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ઝૂઓલોજી વિભાગમાં રૂ.45 લાખના ખર્ચે એનિમલ હાઉસ બનાવવામાં આવનાર છે. સમગ્ર પ્રોજેક્ટ પાછળનો હેતુ ઝૂઓલોજી વિભાગમાં પ્રાણીઓ વિશેની વધુ વિસ્તૃત માહિતી ઉપલબ્ધ થાય અને તેમની વર્તણૂંક વિશે સમજ કેળવી શકાય તે માટેનો છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બિલ્ડિંગ કમિટીની મંજૂરી લીધા બાદ એનિમલ હાઉસ બનાવવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવનાર છે. જૂન મહિનાથી એનિમલ હાઉસ બનાવવાની કાર્યવાહી હાથ ધરાશે જે આશરે ત્રણ મહિના સુધી ચાલનાર છે. માટેની તમામ ઔપચારિક કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી હોવાનું પણ સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એનિમલ હાઉસમાં ઉંદર સહિતના પ્રાણીઓ મૂકવામાં આવશે.

િસટી ડાયરી