• Gujarati News
  • પ્રદીપ શર્માની સામે અલગ ફરિયાદ છે જેથી અગોતરા આપો : ઇડી

પ્રદીપ શર્માની સામે અલગ ફરિયાદ છે જેથી અગોતરા આપો : ઇડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદેશનાણાં મોકલવાના કેસમાં પ્રદીપ શર્માને સામેની ફરિયાદ નવી છે ત્યારે તેમને અગોતરા જામીન આપવા જોઇએ તેવી ઇડી દ્વારા હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જ્યારે કોઇ મિત્રને મોટી રકમ ઉછીની આપી હોય અને તે રકમ પાછી પણ લેવામાં આવે તે માની શકાય તેમ નહીં હોવાનું પણ ઇડી દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆતમાં જણાવાયું હતું.

પોતાને હેરાન કરવા માટે એક પછી એક ફરિયાદ નોંધવામાં આવતી હોવાની પ્રદીપ શર્મા દ્વારા કરાયેલી રજૂઆતનું ખંડન કરતા ઇડી તરફે આસિ. સોલીસીટર દેવાંગ વ્યાસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતીકે, અલગ પ્રકારની ફરિયાદ છે. આરોપીની પત્ની જ્યારે જાન્યુઆરીમાં નાની રકમ આપી કોઇ કંપનીમાં ભાગીદાર બને અને માર્ચમાં તેને રૂ. 10 લાખ જેટલો નફો મળી જાય તે પણ અજુગતુ લાગે તેમ છે. કેસમાં ગહન તપાસ માટે આરોપીની પૂછપરછ જરૂરી છે. એટલું નહીં પરંતુ નાણાંને વિદેશ મોકલવાનો ગંભીર ગુનો છે ત્યારે આરોપીને અગોતરા જામીન આપી શકાય નહીં.