• Gujarati News
  • રાજપીપળામાં કોન્સ્ટેબલને કડક સજાની માંગણી સાથે નીકળેલી રેલી

રાજપીપળામાં કોન્સ્ટેબલને કડક સજાની માંગણી સાથે નીકળેલી રેલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેમૃતક વાસંતી વસાવાના પરિવારજનો તથા આદિવાસી સંગઠનો, મહિલા સંગઠનોના સંયુક્ત ઉપક્રમે રાજપીપળાના પબ્લિક ગાર્ડનમાં પ્રાર્થના સભા યોજવામાં આવી હતી.જયારે આરોપી પોલીસ કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી કરવાની માગણી સાથે મૌન રેલી કાઢવામાં આવી હતી.જેમાં મૃતક વાસંતીના પરિવારજનો, મહિલા બચાવ આંદોલનના મંજુલાબેન પ્રદીપ, પાલિકા પ્રમુખ મહેશ વસાવા , કારોબારી ચેરમેન ભરત વસાવા, પ્રો.પ્રફુલ પટેલ,ડો.સંતીલાલ વસાવા સહીતના આગેવાનો જોડાયા હતા. જેમના દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી આરોપી સામે કડક પગલા ભરવા રજૂઆત કરવામાં આવી હતી.રાજપીપળા પોલીસમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટોબલ વાસંતી વસાવાના મોતની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે. ઘટના પાછળ જવાબદાર પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ વાઘેલા તથા તેની પત્ની શિલ્પાની ધરપકડ કરવાની ઉગ્ર માંગ ઉઠતા પોલીસે ત્રણ ટીમો બનાવીને શોધખોળ કરતા ગઇકાલે સાંજના 4 કલાકે અમદાવાદ શહેરમાંથી નર્મદા પોલીસે કોન્સ્ટેબલ વિજયસિંહ વાઘેલાને ઝડપી પાડ્યો છે. પોલીસે ત્રણ દિવસનું વચન પાળ્યું છે.જેને કારણે રાજપીપળા બંધનું એલાન પાછુ ખેંચી લેવામાં આવ્યું હતુ.

આરોપીની ધરપકડ કરી વચન પાળ્યું છે

અમદાવાદથીનર્મદા પોલીસની ટીમે પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ વાઘેલાની ધરપકડ કરી દીધી છે, પોલીસે ત્રણ દિવસમાં ધરપકડ કરવાની ખાતરી આપી હતી. જે સમય મર્યાદામાં આરોપીની ધરપકડ કરી દીધી છે. જેને કોર્ટમાં રજુ કરી જેલમાં મોકલી દેવાયો છે. >મનોહરસિંહ જાડેજા,ડીવા.એસ.પી.નર્મદા

મહિલા પોલીસ કોન્સટેબલના આપઘાત કેસની ન્યાયિક માગણી સાથે રેલી નીકલી હતી./તસવીર પ્રવીણપટવારી

પોલીસ કોન્સ્ટેબલને 4 દિવસના રીમાન્ડ

મહિલાપોલીસકોન્સ્ટેબલના આપઘાત કેસમા ઝડપાયેલા સાથી પોલીસ કર્મી વિજયસિંહ વાઘેલાને આજે રિમાન્ડ માટે ચીફ જયુિડશિયલ મેજિસ્ટ્રેટ એમ.આઇ. પઠાણની કોર્ટમાં રજૂ કરરી પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માગણ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.