• Gujarati News
  • ક્રેડાઇ સ્વચ્છ ભારત અભિયાન અમલી કરનારું પહેલુ એસો.

ક્રેડાઇ સ્વચ્છ ભારત અભિયાન અમલી કરનારું પહેલુ એસો.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રેડાઇઆવાસોમાં શૂન્ય કચરાના કેમ્પેઇન સાથેનું સ્વચ્છ ભારત અભિયાનને અમલી બનાવનારું રિયલ એસ્ટેટ ક્ષેત્રનું પહેલું એસો.બન્યું છે. દેશના 151 સિટી ચેપ્ટર્સમાં 9,000થી વધુ સભ્યો ધરાવતા કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસો. ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે ભારતમાં આધુનિક તેમજ આવાસના વિકાસ માટે પોતાના વાયદાને દોહરાવવા માટે પ્રતિબદ્વ છે. ક્રેડાઇ કોન્કલેવમાં પ્રતિનીધીઓ સ્વચ્છ ભારતનો સંકલ્પ લેશે તેમજ અમારા સભ્યો દ્વારા આવાસોમાં શૂન્ય કચરા માટેનું પણ અભિયાન કરાશે. ક્રેડાઇના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જક્ષય શાહે જણાવ્યું કે અમને ગર્વ છે કે અમે દેશમાં મકાન પ્રદાન કરનારા ઉદ્યોગમાં છીએ કારણ કે બધા માટે મકાન મેળવવું તે બધા માટે શ્રેષ્ઠ, સ્વસ્થ તેમજ અધિક સુરક્ષીત જિંદગીનું એક સપનું હોય છે. બધા વિકાસ કાર્યોમાં શૂન્ય કચરાના સિદ્વાંતને સ્વેચ્છાએ અપનાવવા આગળ આવશે.