• Gujarati News
  • કંપની લો સેટલમેન્ટ સ્કીમ 31 ડિસે. સુધી લંબાવાઈ

કંપની લો સેટલમેન્ટ સ્કીમ 31 ડિસે. સુધી લંબાવાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકારે કંપની લો સેટલમેન્ટ સ્કીમની મુદત 31 િડસેમ્બર સુધી લંબાવી છે. કંપની બાબતોના મંત્રાલય દ્વારા તા.15 ઓગસ્ટના રોજ કંપની લો સેટલમેન્ટ સ્કીમ, 2014નો પ્રારંભ કર્યો હતો અને તે માટેની મુદત તા.15 ઓક્ટોબર નક્કી કરાઈ હતી. મંત્રાલયે, સ્કીમની મુદત એક મહિનો લંબાવીને તા.15 નવેમ્બર કરી હતી. હવે સ્કીમની મુદત ફરીથી લંબાવીને તા.31 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે.

કંપની એક્ટ, 2013 અંતર્ગત કંપનીઓએ વાર્ષિક ડોક્યુમેન્ટ (રિટર્ન) ફાઈલ કરવા ફરજિયાત છે અને ડોક્યુમેન્ટ નિયત સમયમર્યાદામાં ફાઈલ કરવા જોઈએ. જો કંપનીઓ નિયત સમયમર્યાદામાં તે ફાઈલ કરે તો તે માટે કડક પેનલ્ટી કરવામાં આવે છે. જો કંપની દ્વારા સતત ત્રણ વર્ષ માટે વાર્ષિક સ્ટેટમેન્ટ ફાઈલ કરવામાં આવે તો ડિરેક્ટરને ડિસક્વોલિફાય કરી શકાય છે અને 12 ગણી પેનલ્ટી કરવાની પણ કાયદામાં જોગવાઈ છે.