• Gujarati News
  • પહેલા પાનાનું અનુસંધાન

પહેલા પાનાનું અનુસંધાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંગાળનીખાડીમાં સર્જાયેલાં લો પ્રેશરની અસરોને કારણે છેલ્લાં બે દિવસથી લક્ષદ્વીપથી દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠે ભેજનું પ્રમાણ વધ્યું હતું. જેને કારણે છેલ્લાં બે દિવસોથી અમદાવાદ સહિત રાજ્ય વિવિધ શહેરોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. તેમજ શુક્રવારે વડોદરા અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકયો હતો. પરંતુ, શનિવારે દક્ષિણ ગુજરાતનાં દરિયાકિનારાથી શનિવારે સવારે દરિયાની સપાટીથી 3.1 કિમીને અંતરે ફુંકાતા પવનોને કારણે રાજ્યનાં પશ્ચિમી દરિયાકાંઠે ભેજનું પ્રમાણ વધ્યું હતું. જેને કારણે શનિવારે અમદાવાદનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ આકાશમાં વાદળોનો ગડગડાટ અને વીજળીના કડાકા બાદ 17 મીમી જેટલો વરસાદ ખાબકયો હતો.

1982બાદ નવેમ્બરમાં રેકોર્ડબ્રેક વરસાદ-

નવેમ્બરમહિનામાં અમદાવાદમાં રેકોર્ડબેર્ક 76.8 મીમી વરસાદ 9મી નવેમ્બર 1982નાં રોજ પડયો હતો. ત્યારબાદ શનિવારે અમદાવાદમાં સૌથી વધુ 17 મીમી વરસાદ ખાબકયો હોવાનું જાણવા મળ્યું છે.

વર્ષ તારીખ વરસાદ(મીમી)

1982 9નવેમ્બર 76.8

2014 15 નવેમ્બર 17.0

2010 23 નવેમ્બર 12.8

2004 12 નવેમ્બર 05.0

2009 12 નવેમ્બર 0.2.0

2008 30 નેવમ્બર 0.2.0

દેશમાંકાળુનાણું...

તેમણેજણાવ્યું કે ભાવિ પેઢીને જોખમથી બચાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે. આપણે બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્ર માટે પ્રભાવશાળી પ્રણાલી વિકસિત કરવી પડશે જેથી કાળાં નાણાં અંગે જાણકારીનું આદાન પ્રદાન કરી શકાય. તેમણે વર્ષ 2016 સુધી વ્યવસ્થા અમલી બનાવવા પર ભાર મૂક્યો હતો. કાળાં નાણાંને તેમને સુરક્ષા માટે પણ પડકારરૂપ ગણાવ્યું હતું.

મોદીની ચિંતા પ્રત્યે બ્રિક્સના નેતાઓ સંમતિ દર્શાવી હતી અને સંકેત આપ્યો હતો કે તે દિશામાં કામ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને પત્રકારોને જણાવ્યું કે, અમે એવી વ્યવસ્થા પર કામ કરી રહ્યાં છે જેનાથી ખાતાની જાણકારી આપમેળે મળી શકે. તેમણે જણાવ્યું કે અગાઉ માટે વર્ષ 2017થી 2018 સુધી સમય મર્યાદા રાખવામાં આવી હતી. બેઠકને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ સંબોધિત કરી હતી.

બ્રિક્સડેવલપમેન્ટ બેન્ક

મોદીએઆશા દર્શાવી કે મુદ્દે 2016 સુધી સમજૂતી થઇ જશે. શાંઘાઇમાં બેન્કને તે વર્ષે શરૂ કરવાનું લક્ષ્ય છે. તેમણે જણાવ્યું કે ભાર ટૂંક સમયમાં તેના પ્રેસિડન્ટ માટેનું નામ પ્રસ્તાવિત કરશે. પ્રથમ વર્ષ સુધી બેન્કના પ્રેસિડન્ટ ભારતના હશે.

વિ