• Gujarati News
  • એલેમ્બિકનો રીયલ એસ્ટેટમાં પ્રવેશ

એલેમ્બિકનો રીયલ એસ્ટેટમાં પ્રવેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલેમ્બિકનો રીયલ એસ્ટેટમાં પ્રવેશ

અમદાવાદ: એલેમ્બિકગ્રુપ ઓફ કંપનીઝની રીયલ એસ્ટેટ શાખા અલકેમી રીયલ એસ્ટેટે બેંગ્લોરમાં તેના પહેલા પ્રોજેક્ટ અર્બન ફોરેસ્ટ સાથે બેંગ્લોરના રીયલ એસ્ટેટ માર્કેટમાં પ્રવેશની જાહેરાત કરી છે. અલકેમી રીયલ એસ્ટેટ એલેમ્બિક ગ્રુપની ગુ‌ણવત્તા તેમજ શાનદાર ડિઝાઇનના વારસાને આગળ વધારશે. અલકેમીએ વડોદરામાં 2 રેસિડેન્શિયલ પ્રોજેક્ટનું નિમાર્ણ કર્યું છે. અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટમાં 636 જેટલા બે તેમજ ત્રણ બેડરૂમ લક્ઝરી એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે કે જે 8 એકરમાં 4 ટાવરમાં ફેલાયેલા છે.

સેબી-NSEટ્રેડ ફેરમાં ભાગ લેશે

મુંબઇ: સેબીઅને એનએસઇ લોકોને ફાઇનાન્સિયલ માર્કેટ વિશે શિક્ષીત કરવાના હેતું સાથે દિલ્હીમાં ચાલી રહેલા 34માં ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં ભાગ લેશે. ઉપરાંત સેબી તેના સ્ટોલ ખાતે રોકાણકારોને સ્કોર્સ સિસ્ટમ દ્વારા લિસ્ટેડ કંપનીઓ વિરુદ્વ ફરિયાદ નોંધાવાની પણ સુવિધા આપશે. સેબીનો સ્ટોલ 18એફ ખાતે છે તેમજ એનએસઇ પણ મુલાકાતીઓને ભારતીય ફાઇનાન્સિયલ માર્કેટ વિશે સમજણ આપશે.

ડાયરેક્ટસેલિંગમાં ભારત 10મા ક્રમે

અમદાવાદ: ડાયરેક્ટસેલિંગમાં વૈશ્વિક સ્તરે ભારત 10મા ક્રમે છે. જ્યારે પહેલા સ્થાને યુએસએ, જાપાન, ચીન તથા બ્રાઝીલ છે. 2013માં ભારતનો ડાયરેક્ટ સેલિંગનો વેપાર રૂ.7000 કરોડનો છે જે 2025 સુધીમાં 9 ગણો વધીને 64 હજાર કરોડથી વધુ વધી જાય તેવો સૂર ફિક્કીની રાઉન્ડ ટેબલ ઓન ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં દર્શાવ્યો હતો. બ્યુટી-પર્સનલકેર, હેલ્થકેર, હોમકેરમાં માર્કેટ ઝડપભેર વિકાસ કરી રહ્યું છે. સ્મોલ-મિડિયમ એન્ટરપ્રિન્યોસસીસને પણ ફાયદો થશે.

ભારતબીજો સ્ટીલ ઊત્પાદક બનશે

નવીદિલ્હી: ભારતટૂંક સમયમાં વિશ્નનો બીજા નંબરનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બનશે તેવો આશાવાદ સ્ટીલ મંત્રી નરેન્દ્ર સિંઘ તોમરે વ્યક્ત કર્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં મિશ્રધાતુઓનો ઉપયોગ વધતા સ્ટીલ સેકટરમાં ભવિષ્યમાં વૃદ્વિની શક્યતાઓ છે. ભારત વિશ્વમાં ચોથા નંબરનો સ્ટીલ ઉત્પાદક દેશ છે. જ્યારે ટોચના ઉત્પાદકોમાં ચીન, જાપાન અને યુએસનો સમાવેશ થાય છે. દેશમાં 2013માં 81.29 મીલિયીન ટન સ્ટીલનું ઉત્પાદન થયું હતું.

મોબાઇલગ્રાહકો 50 કરોડે પહોંચશે

નવીદિલ્હી: દેશમાંડેટા નેટવર્કમાં વિસ્તરણ, નીચી કિંમતના સ્માર્ટફોનની ઉપલબ્ધતા તેમજ મોબાઇલ ફોન સાથે ગ્રાહકોના વધતા જતા જોડાણને ધ્યાનમાં રાખતા વર્ષ 2018 સુધીમાં મોબા