• Gujarati News
  • પોલિટેક્નિકના વિદ્યાર્થીનો એકલતાથી કંટાળી આપઘાત

પોલિટેક્નિકના વિદ્યાર્થીનો એકલતાથી કંટાળી આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અભ્યાસમાટે ગામ છોડી શહેરની સૌરાષ્ટ્ર કેળવણી મંડળની હોસ્ટેલમાં રહેતા અમરેલીના વિદ્યાર્થી પ્રિયેશ પાનસુરિયાએ જીવનથી કંટાળીને એલડી એન્જિનિયરિંગ કેમ્પસ સામે એસિડ પી આપઘાત કરી લીધો હતો. મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા યુવકને ગામ છોડવું હતું. જ્યારે મા-બાપની ઈચ્છાને માન આપી પોલિટેકનિકમાં એડમિશન મેળવી બે મહિનાથી યુવક ગુલબાઈ ટેકરા ખાતે આવેલી હોસ્ટેલમાં યુવક રહેવા આવ્યો હોવાનું ગુજરાત યુનિવર્સિટીના પીએસઆઈ આર.એ.ડામોરે જણાવ્યં હતું. પ્રિયેશ ગામની યાદ આવતી હોવાથી હોસ્ટેલમાં અેકલતા અનુભવતા વિદ્યાર્થીએ જીવનથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.