• Gujarati News
  • નિફ્ટીમાં રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ: પોઝિટિવ મોમેન્ટમ

નિફ્ટીમાં રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ: પોઝિટિવ મોમેન્ટમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂડીઝનાપોઝીટિવ ક્રેડિટ આઉટલૂકથી મંડીને આઇઆઇપી ડેટા અને ઘરઆંગણે કાર સેલ્સમાં જોવા મળેલી સુધારાની રફતાર જોતાં ભારતીય શેરબજારોમાં બે સપ્તાહમાં સંગીન સુધારાની ચાલ નોંધાઇ છે. જેમાં સેન્સેક્સે 1420.74 પોઇન્ટનો સંગીન ઉછાળો નોંધાવ્યો છે. તેની પાછળ તમામ 12 સેક્ટોરલ ઇન્ડેક્સ પણ વિતેલા સપ્તાહના અંતે સુધરીને બંધ રહ્યા છે. બે સપ્તાહમાં નિફ્ટીએ 438.95 પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો છે. જોકે સૌથી આકર્ષક બાબત રહી છે કે, વિતેલા સપ્તાહ દરમિયાન સૌથી મોટો ઉછાળો સ્મોલકેપ ઇન્ડેક્સમાં 6.3 ટકાનો નોંધાયો છે.

જે સેન્સેક્સ અને નિફ્ટીને પણ ઓવરટેક કરી રહ્યો છે. જેમાં કીટેક્સ ગાર્મેન્ટ, તાતા એલેક્સી, આસ્ટ્રા માઇક્રો, ભૂષણ સ્ટીલ, ન્યૂક્લીયસ સોફ્ટવેર, તાતા સ્પોન્જ, કોકુયો કેમલીન, એક્સિસ કેડ ટેકનો, એનડીટીવી, એજિસ લોજીસ્ટીક, જીઓમેટ્રીક્સ, મેરીકો કાયા, ક્લેરીસ, એસએમએલ ઇસુજુ, ટીવીએસ શ્રીચક્ર, એસડી એલ્યુ., 8કે માઇલ્સ, આરતી ડ્રગ્સ અને ઝેડ એફ સ્ટીયરિંગમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. અન્ય ઇન્ડેક્સ પૈકી મેટલ્સ 5.7 ટકા, રિયાલ્ટી 5.7 ટકા, એફએમસીજી 5 ટકા રહ્યા હતા.

સેન્સેક્સ બેઝ્ડ 30 પૈકી 23 સ્ક્રીપ્સ સુધરી હતી. તે પૈકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકવાર વર્ષના તળીયે બેસી ગયેલો તે સપ્તાહ દરમિયાન સ્ટાર પરફોર્મર રહેવા સાથે 8.28 ટકા ઉછળ્યો હતો. ત્યારપછીના ક્રમે ઇન્ફોસિસ 7.41 ટકા, મહિન્દ્રા 6.80 ટકા, એસએસએલટી 6.10 ટકા, તાતા સ્ટીલ 5.82 ટકા, એચયુએલ 5.51 ટકા અને એનટીપીસી 5.27 ટકા રહ્યા હતા. વિતેલા સપ્તાહ દરમિયાન વિદેશી નાણાકીય સંસ્થાઓની પણ રૂ. 1608.18 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.

આગામી ટૂંકાગાળાની ચાલ વિશે વાત કરીએ તો ટ્રેડર્સ અને રોકાણકારો સીપીઆઇ, ડબલ્યૂપીઆઇ ડેટા, ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની સ્થિતિ ઉપર નજર રાખશે. ટેકનિકલી નિફ્ટીએ 8550 પોઇન્ટની મજબૂત ટેકાની સપાટી જાળવી રાખવાની સાથે સાથે 8850નું મજબૂત પ્રતિકારક લેવલ પણ ક્રોસ કર્યું છે. નિફ્ટી માટે હવે નજીકની પ્રતિકારક સપાટી 8823, 8837, 8857 અને 8897 પોઇન્ટની જોવા મળી શકે છે. તમામ લેવલ ક્રોસ કરે તો નિફ્ટી 3 માર્ચની 9008 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી ફરી હાંસલ કરવા સક્ષમ બની શકે. જો અને તોની સંભાવનાને સાથે રાખીને શોર્ટ ટર્મ ટ્રેડર્સ અને રોકાણકારોએ સ્ટોપલોસ સાથે આગળ વધવાની સલાહ છે. 14 એપ્રિલે આંબેડકર જ્યંતિ નિમિત્તે બજારો બંધ રહેશે.

ડોલરસામે રૂપિયામાં 18 પૈસાનો ઘટાડો

ફોરેક્સમાર્કેટમાં ડોલર ફરી એકવાર રૂપિયા ઉપર હાવી થઇ રહ્યો છે. વિતેલા સપ્તાહ દરમિયાન ડોલરમાં 18 પૈસાનો સુધારો નોંધાયો હતો. સપ્તાહ દરમિયાન અમેરીકન કરન્સી 62.10ની સપાટીએ ખૂલી વધી 62.49 અને નીચામાં 62.10 થઇ છેલ્લે 62.31 બંધ રહ્યો હતો. બેન્ક્સ અને નિકાસકારો એફઆઇઆઇના વધુ રોકાણની અપેક્ષાએ તેમની ડોલર પોઝીશન ધીરે ધીરે ઘટાડી રહ્યા હોવાથી ડોલરમાં આગામી સપ્તાહે પીછેહઠની સંભાવના જોવાય છે.

‘‘ માર્કેટ રેઝિસન્ટ્સ લેવલ નજીક

^છેલ્લા બે સપ્તાહથી બજાર તેજીવાળાની પકડમાં છે. જેમાં નિફ્ટી ફરી 8800 પોઇન્ટ નજીક સરક્યો છે. ગુરૂવારની પોઝિશન ટેક્નિકલી હેંગીંગ મેનની પોઝિશન દર્શાવે છે જે એક કરેક્શનની શક્યતા જણાય છે. નિફ્ટી એકવાર 8800 પોઇન્ટ લેવલ ક્રોસ કરે તો પણ 8950 આસપાસ પ્રોફીટ બુકિંગ જોવા મળી શકે છે. તે જોતાં ટ્રેડર્સે પ્રોપર એક્ઝિટ સ્ટ્રેટેજી સાથે આગળ વધવાની સલાહ છે. > સમિતચૌહાણ, એન્જલબ્રોકીંગ.

સપ્તાહ સેન્સેક્સ નિફ્ટી

12 ડિસેમ્બર 27320 8224*

17 ડિસેમ્બર 27372 8220*

21 ડિસેમ્બર 27242 8201*

27 ડિસેમ્બર 27242 8201

2 જાન્યુઆરી 27888 8395

9 જાન્યુઆરી 27458 8285

17 જાન્યુઆરી 28122 8514

23 જાન્યુઆરી 29279 8836

30 જાન્યુઆરી 29183 8809

6 ફેબ્રુઆરી 28718* 8661*

13 ફેબ્રુઆરી 29095 8805

20 ફેબ્રુઆરી 29231 8831

28 ફેબ્રુઆરી 29362 8902

5 માર્ચ 29449 8938

13 માર્ચ 28503* 8648*

20 માર્ચ 28261* 8571*

27 માર્ચ 27459* 8341*

1 એપ્રિલ 28260 8586

10 એપ્રિલ 28879 8780

(* જે હાયર બોટમ ટોપની િસ્થતિ દર્શાવે છે)

ગેઇનર્સ

કંપનીસુધારો

રિલાયન્સ8.2%

પીએનબી 7.7%

ડો. રેડ્ડી 7.5%

કોલ ઇ. 7.2%

મહિન્દ્રા 7.0%

એસએસએલટી 6.4%

તાતા સ્ટીલ 5.9%

એચયુએલ 5.7%

એનટીપીસી 5.3%

એનએમડીસી 5.1%

લૂઝર્સ

કંપનીઘટાડો

લ્યુપિન3.6%

એચડીએફસી 3.5%

હીરો મોટો 2.7%

વીપ્રો 2.4%

આઇસીઆઇસીઆઇ 1.5%

સીપલા 1.2%

ડીએલએફ 0.8%

અંબુજા સિમે. 0.7%

એક્સિસ બેન્ક 0.3%

મારૂતિ 0.6%

ટોપ ગેઇનર્સ-લુઝર્સની સ્થિતિ

હાયર બોટમ-લોઅર ટોપ

સેન્ટિમેન્ટ| બે સપ્તાહની તેજીમાં સેન્સેક્સની 1400 પ્લસનો સુધારો નોંધાવી 29000-29500 ભણી આગેકૂચ જારી