• Gujarati News
  • એગ્રી કોમોડિટીમાં તેજી : ગવાર ગમ તથા જીરૂમાં વન વે સુધારો

એગ્રી કોમોડિટીમાં તેજી : ગવાર-ગમ તથા જીરૂમાં વન-વે સુધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એગ્રીકોમોડિટીમાં તેજીનો કંરટ છેલ્લા ચાર દિવસથી જોવા મળી રહ્યો છે. રવી ઉત્પાદનમાં કાપ અને ઉનાળુ વાવેતરમાં પણ ઘટાડાથી હાજર તેમજ વાયદામાં લાલચોળ તેજી આવી છે. ગવાર-ગમ તથા જીરૂમાં સતત તેજીની સર્કિટો લાગી રહી છે. ઉપરાંત ખાંડમાં પણ ઉનાળુ માગના કારણે ભાવ સુધર્યા છે. જ્યારે ખાદ્યતેલોમાં ભાવ જળવાઇ ગયા હતા.

કપાસિયા-પામતેલમજબૂત: પામતેલતેમજ કપાસિયાતેલમાં આજે સુધારો જળવાઇ રહ્યો છે. જ્યારે સિંગતેલમાં ભાવ સ્થિર રહ્યાં હતા. અમદાવાદ ખાતે કપાસિયા નવો રૂ.1050-1080 અને પામતેલ જુનો રૂ.840-860 હતો જ્યારે સિંગતેલમાં 6-8 ટેન્કરના અને કપાસિયા તેલમાં 48-50 ટેન્કરના કામ હતા. લુઝ રૂ.995-1000, તેલિયા રૂ.1540-1541 હતું.

જીરૂમાંતેજીની ચાલ : જીરૂહાજર તેમજ વાયદામાં વન-વે તેજીની ચાલ જોવા મળી છે. હાજરમાં આજે વધુ રૂ.50-100નો સુધારો હતો. જ્યારે વાયદામાં સર્કિટ સાથે એપ્રિલ વાયદો રૂ.16000 ને ક્રોસ રૂ.16365 બોલાઇ ગયો હતો. ક્વોલિટી માલોની અછત અને નિકાસથી ભાવ ઉંચકાઇને ગમે ત્યારે રૂ.17000નું લેવલ ક્રોસ કરી દે તેવું નિષ્ણાતોનું કહેવું છે. હાજરમાં ભાવ રૂ.2500-3400 સુધી બોલાય છે.

ખાંડમાંનીચા ભાવની મંદી પૂર્ણ: ખાંડમાંતળીયાના ભાવની મંદી હવે પૂરી થઇ હોવાનું એનાલિસ્ટોનું કહેવું છે. મિલોને હવે નીચા ભાવમાં વેચવું પાલવે તેમ નથી. ઉપરાંત અત્યારે ઉનાળુ માગ ખુલતા હાજર તેમજ વાયદામાં ભાવ સપાટી નજીવી ઉંચકાઇ છે. ખાંડ મે વાયદો વધીને રૂ.2486 પહોંચ્યો છે. હાજરમાં પણ ક્વિન્ટલ બે દિવસમાં રૂ.25-50 સુધર્યા છે. અમદાવાદમાં ભાવ વધીને પ્રતિ ક્વિન્ટલ રૂ.2500-2780 સુધી બોલાયા છે.