• Gujarati News
  • વીએસ, એલ.જી., શારદાબહેનમાં હડતાળથી 100 ઓપરેશન અટક્યાં, દર્દીઓ રઝળી પડ્યાં

વીએસ, એલ.જી., શારદાબહેનમાં હડતાળથી 100 ઓપરેશન અટક્યાં, દર્દીઓ રઝળી પડ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિસિપલકોર્પોરેશન સંચાલિત વી.એસ., એલ.જી, શારદાબેન અને નગરી હોસ્પિટલોમાં નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા હોસ્પિટલોની આવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ સહિત સફાઈ કામદારો આકસ્મિક હડતાળ ઉપર ઉતરી જઈ હોસ્પિટલ સેવાને બાનમાં લીધી હતી. સંખ્યાબંધ દર્દીઓ રીતસર સારવાર માટે રઝળ્યાં હતા. 100 જેટલા મેજર ઓપરેશન અટકી પડ્યા હતા. ક્રિટિકલ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરતા બંધ કરી દેવા પડ્યા હતા તો દાખલ થયેલા ક્રિટિકલ દર્દીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પડી હતી. જેને પગલે હોસ્પિટલોના 300 કર્મચારીઓ સામે એસ્મા લાગુ કરી દેવાયો હતો. હજુ તેઓ આવતીકાલે સવારે આઠ વાગ્યે ફરજ પર હાજર નહીં થાય તો એસ્મા હેઠળ તેમની સામે કાર્યવાહી કેમ કરવી તેની નોટિસો જારી કરી દેવાશે તેમ ડેપ્યુટી મ્યુનિ.કમિશનર આઈ.કે.પટેલે જણાવ્યુ હતું. બીજી બાજુ, રોડ ઉપર કચરાના ઢગ ઠલવાયા હતા. જેથી રોડ સ્વીપિંગ માટે દરેક ખાતાના અધિકારીઓની વોર્ડ વાઈસ ટીમો બનાવી આઉટસોર્સિંગથી માણસો રાખી કામગીરી શરૂ કરાવી દીધી હતી.

મંગળવારે એલ.જી.માં દાખલ થયેલા દર્દીનું મોત થતા સ્વજનોએ સ્ટાફ નર્સ તેમજ સફાઈ કર્મચારીને લાફો મારતા તેના વિરોધમાં મ્યુનિ.હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફે હડતાળ જારી કરી હતી. એલ.જીના દસ દર્દીને સિવિલમાં રિફર કરાયા હતા. બીજી બાજુ, તકનો લાભ ઉઠાવી યુનિયનોની દોરવણી હેઠળ સફાઈ કામદારો પડતર માંગણીઓ પૂરી કરવા માટે હડતાળ જારી કરી દીધી હતી. જેને પગલે શહેરમાં કચરો ઉપડ્યો હતો. તો બીજી તરફ, મ્યુનિ.હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર વિના પાછા ફરવુ પડ્યું હતું. યુનિયનો દ્વારા વી.એસમાં ઘર્ષણ કરાતા પોલીસ બોલાવાઈ હતી.

મ્યુનિ.સંચાલિત હોસ્પિટલનોસ્ટાફ એકાએક હડતાળ પર ઉતરી જતા લોકોની હાલાકીના ભોગે પોતાના રોટલા શેકી લેવા હવે મ્યુનિ. સર્વન્ટ એસોસિયેશન પણ સક્રિય થયું છે. એસોસિએશનના કહેવા પ્રમાણે, એએમટીએસના ડ્રાઈવર-કંડકટરો પણ હડતાળમાં જોડાશે. કર્મચારીઓના પણ પડતર પ્રશ્નો અંગે મ્યુનિ.સત્તાધીશો નિર્ણય કરતા નથી.

AMTSના કર્મચારીઓ પણ હડતાળ‌ના મૂડમાં

કઈ હોસ્પિટલમાં કેટલા ઓપરેશન્સ અટકયા

^વી.એસ.હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ મોડે મોડે હાજર થઈ ગયો હતો. તમામ હોસ્પિટલોમાં કુલ 300 જેટલા મેડિકલ સ્ટાફ હડતાળમાં જોડાયા છે. જેમની સામે એસ્મા લાગુ કરવા પબ્લિક નોટિસ જારી કરી દેવાઈ છે. આવતીકાલે હજુ હાજર નહીં થાય તો એસ્મા હેઠળ કાર્યવાહી કેમ કરવી તેની નોટિસ જારી કરાશે. એલ.જી.હોસ્પિટલમાં આઉટસોર્સિંગથી કર્મચારીઓને કામે લગાવી દેવાશે. સફાઈ કામદારો સામે શું કાર્યવાહી કરવી તેનો આવતીકાલે નિર્ણય લેવાશે. > આઈ.કેે.પટેલ,ડેપ્યુટીમ્યુનિસિપલ કમિશનર, હોસ્પિટલ વિભાગ

હડતાળનો દાવાનળ

એસ્માની પબ્લિક નોટિસ જારી

અધિકારીઓ સફાઈ કરાવવા જાતે નીકળ્યા

બપોરેકમિશનરનાઆદેશને પગલે હેલ્થ, એસ્ટેટ, ઈજનેર વિભાગના અધિકારીઓની ટીમો બનાવી સફાઈની કામગીરી શરૂ કરાઈ હતી. પ્રકારે 64 વોર્ડમાં 64 ટીમો બનાવાઈ. દરેક ટીમમાં દસ અધિકારી, દસ માણસો, ટ્રેકટર સહિતના વાહનો રાખી કચરો ઉપાડવામાં આવ્યો હતો.

પોલીસ બંદોબસ્ત હેઠળ સફાઈ કામગીરી કરાશે

આઉટસોર્સિંગથીસફાઈકામગીરી શરૂ કરતા સફાઈ કામદાર યુનિયનો દ્વારા ઘર્ષણ ઊભું કરાય છે. જેને પગલે આવતીકાલે પોલીસ બંદોબસ્ત હેઠળ તેમજ અધિકારીઓના સુપરવિઝન હેઠળ સફાઈની કામગીરી કરાશે જેથી હોસ્પિટલોમાં સફાઈની કામગીરીમાં કોઈ સમસ્યા ઊભી થાય.

વર્ગ-4ના કર્મચારીઓનીહડતાળને પગલે વી.એસ.હોસ્પિટલમાં મૃત્યુ પામેલા બે મૃતકોના પોસ્ટમોર્ટમ કલાકો સુધી ખોરવાઈ ગયા હતા. જેના કારણે તેમના સ્વજનોમાં પણ ભારે આક્રોશ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે, વી.એસ.હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલોમાં મૃત્યુ પામતા મૃતકોના પણ પી.એમ થાય છે જે લેવાના બંધ કરી દેવાયા હતા.

લોકોની પીડા | બે પોસ્ટમોર્ટમ અટક્યા, નવા પી.એમ. માટે બોડી લેવાનું બંધ કરાયું

40

એલ.જી.

60

વી.એસ

હાડમારી |સફાઈ કામદારો ઉપરાંત વોર્ડ બોય સહિતનો સ્ટાફ હડતાળ પર ઉતરી જતાં દર્દીઓના સ્ટ્રેચર તેમના સગાંએ ખેંચીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા પડ્યા હતા. જ્યારે વી.એસ., એલ.જી., શારદાબહેન સહિતની હોસ્પિટલોમાં બુધવારે બપોર બાદ દર્દીઓને એડમિટ કરવાનું બંધ કરવાનો વારો આવ્યો હતો.

બાનમાં લેવાની વૃત્તિ |જે સફાઈ કામદારોને એલજી હોસ્પિ.ની માથાકૂટ સાથે લેવાદેવા નહોતા તેમણે હડતાળ પાડી સેંકડો દર્દીઓને હેરાનગતિ પહોંચાડી હતી.