• Gujarati News
  • શ્રી ખંભલાય મંદિર ટ્રસ્ટના વિવિધ કાર્યક્રમો

શ્રી ખંભલાય મંદિર ટ્રસ્ટના વિવિધ કાર્યક્રમો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદનાંવીરમગામ પાસેનાં માંડલ ગામ ખાતે કુત્સસ ગોત્ર પરિવારનાં કુળદેવી શ્રી ખંભલાય માતાજીનાં નીજ મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે. મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રી અચ્યુત ચંડી મહાશક્તિ યજ્ઞ સહિત તા. 8થી 12મી ડિસેમ્બર દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સંસ્થાનાં મહામંત્રી મુકેશભાઇ રાવલે જણાવ્યું હતું કે, ખંભલાય માતાજીનાં પ્રાગટ્ય સ્થાન માંડલા ગામનાં તળાવની મધ્યે આવેલ 51 શક્તિપીઠની પ્રાણપ્રતિષ્ઠા કરાશે. તળાવના પ્રાગટ્ય સ્થળે મંદિરનાં ફરતે શક્રાદયનાં શ્લોકો મૂકાયેલાં છે. આવું શ્લોકો સાથેનું મંદિર સમગ્ર ભારતમાં પ્રથમ હશે અને જે શક્તિપીઠ ધરાવતાં ભારતમાંના મંદિરોમાંનુ ત્રીજુ હશે. 23મી જાન્યુઆરી-2015નાં રોજ ગણેશ જયંતી અને કુમરયોગ રવિયોગનાં દિવસે કુત્સસ ગોત્રનાં બટુકોને જનોઇનો કાર્યક્રમ પણ યોજાશે.