• Gujarati News
  • માળા રોપણનાં ચઢાવા બોલાયા

માળા રોપણનાં ચઢાવા બોલાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએમડીસીગ્રાઉન્ડ શંખેશ્વર ધામમાં ચાલી રહેલાં ઉપધાન તપ અંતર્ગત રવિવારે વિરાટ ધર્મસભામાં આચાર્ય શ્રી નવરત્ન સાગર સૂરીશ્વરજી મ.સા.એ ઉપધાન તપની મહત્વતા પર પ્રકાશ પાડ્યાે હતો. ત્યારબાદ 20મી નીકળનારી વિશાળ રથયાત્રાની પણ માહિતી આપી હતી. સાથે મોક્ષ માળાનાં વિશિષ્ટ ચઢાવાઓ થયા હતા. તેમજ ઉપધાન તપ નિમિત્તે પાંચ દિવસનાં મહોત્સવનો પ્રારંભ થયો હતો. માળા રોપણ કાર્યક્રમ 21મી થશે.

ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષથી માંડીને 80 વર્ષ સુધીના બાળકો તથા શ્રાવક-શ્રાવિકાઓ ઉપધાન તપની આરાધના કરી રહ્યા છે. તપ દેવધર્મ ગુરુની કૃપાથી પૂર્ણતાને આરે આવી ગયું છે.