• Gujarati News
  • પરીક્ષામાં મંજૂરી વિના સ્ટાફ મોકલવા કોલેજોને તાકીદ

પરીક્ષામાં મંજૂરી વિના સ્ટાફ મોકલવા કોલેજોને તાકીદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજ.ટેકનોલોજિક યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન કોલેજોમાં આગામી 25મી નવેમ્બરથી ડિપ્લોમાની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. સામાન્ય રીતે પરીક્ષાની કામગીરી માટે ગ્રાન્ટેડ અને ગવર્નમેન્ટ કોલેજોના અધ્યાપકોને મોકલવામાં આવે છે, પરંતુ ટેકનિકલ શિક્ષણ વિભાગની મંજૂરી વગર અધ્યાપકોને મોકલવાનો વિભાગ દ્વારા કરાયેલા પરિપત્રથી વિવાદ થયો છે. પરિપત્રથી કોલેજ સત્તાવાળાઓ અવઢવમાં મુકાયા છે. જીટીયુ સંલગ્ન કોલેજોમાં આજથી પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. નિયમ મુજબ અત્યાર સુધી પરીક્ષામાં ઓબ્ઝર્વ સહિતની કામગીરી માટે ગ્રાન્ટેડ અને ગવર્નમેન્ટ કોલેજનો સ્ટાફ મોકલાતો હતો.